નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સોમવારે સવારે વડા પ્રધાનના નિવાસસ્થાન (PM House) ઉપર ડ્રોન(DroneSPG) ઉડ્યાના સમાચારે ખળભળાટ મચાવી દીધો હતો. SPG એ આ અંગે દિલ્હી પોલીસને (Delhi Police) જાણ કરી, માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી. મળતી માહિતી મુજબ, SPGએ સોમવારે સવારે લગભગ 5 વાગે દિલ્હી પોલીસને આ મામલાની જાણકારી આપી હતી. માહિતી મળતાની સાથે જ દિલ્હી વિસ્તારમાં વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ ડ્રોનની શોધ શરૂ કરી હતી. જો કે આ સમાચાર લખાય છે, ત્યાં સુધી ડ્રોન મળ્યું નથી.
હાલ પોલીસ ડ્રોનને શોધી રહી છે. વડાપ્રધાન આવાસ અને તેની આસપાસનો વિસ્તાર નો-ફ્લાઈંગ ઝોનમાં આવે છે. સોમવારે સવારે, NDD કંટ્રોલ રૂમને PMના નિવાસસ્થાનની નજીક એક અજાણી ઉડતી વસ્તુની માહિતી મળી હતી. આજુબાજુના વિસ્તારોમાં ઘણી શોધખોળ કરવામાં આવી પરંતુ કોઈ વસ્તુ મળી ન હતી. એર ટ્રાફિક કંટ્રોલ રૂમ (ATC)નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, તેઓને પણ PMના નિવાસસ્થાન નજીક આવી કોઈ ઉડતી વસ્તુ મળી ન હતી.
નવી દિલ્હીના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ડૉ. હેમંત તિવારીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાનના આવાસની ઉપરના નો-ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડાવવાની માહિતી મળી હતી. SPGએ સવારે 5:30 વાગ્યે પોલીસનો સંપર્ક કર્યો. હાલમાં તપાસ ચાલી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








