નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના (Surat) ડિંડોલી વિસ્તારમાં હૃદય દ્રવી ઉઠી તેવી ઘટના સામે આવી છે. એક જનેતાએ જ પોતાના 2 વર્ષીના માસૂમ દીકરાની હત્યા કરી છે. મહિલાને તેના જ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે પ્રેમ થયો હતો. જેમાં મહિલાને એક બાળક છે, તેની જાણ તેના પ્રેમીને થતાં તેણે લગ્ન કરવા હોય તો પોતાના બાળકને સાથે ન રાખવા જણાવ્યું હતું. જેને લઈ પ્રેમમાં આંધળી બનેલી મહિલાએ લગ્ન કરવા માટે માસૂમ બાળકની હત્યા કરી હતી. ત્યારબાદ ડિંડોલી પોલીસ સ્ટેશન (Dindoli Police Station) ખાતે તેના દીકરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ડિંડોલી પોલીસ તપાસ શરૂ કરતા લેકસિટી નામની બિલ્ડંગના લિફ્ટના બેઝમેન્ટ રહેલી જગ્યા પરથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે CCTV તપાસ કરતા કોઈ પુરાવા મળ્યા ન હતા. ત્યાર બાદ પોલીસે ફરિયાદીની ઉલટ તપાસ કરતા તે ભાગી પડી હતી અને તેણે જ બાળકની હત્યા કરી લિફ્ટના બેઝમેન્ટમાં ફેંક્યો હોવાનું કબૂલ્યું હતું.
બનાવની વિગત મુજબ, સુરતના ડિંડોલી વિસ્તારમાં લેકસિટી બિલ્ડીંગમાં રહેતી મહિલા નૈનાએ પોલીસેને 27 જુનના રોજ ફરિયાદ આપી હતી કે, તેના બે વર્ષના બાળક વીરનું અપહરણ થયું છે. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળના CCTV કેમેરા તપાસતા કોઈ પુરાવા મળી આવ્યા ન હતા. જેના પગલે એક સમયે પોલીસ પણ માથું ખંજવાળતી થઈ હતી. ત્યાર બાદ પોલીસે ફરિયાદી મહિલાને બોલાવી ઉલટતપાસ કરવાની શરૂઆત કરી હતી અને સઘન પૂછપરછ કરતા ફરિયાદી મહિલા જ તેના બાળકને મારી તેની જ બિલ્ડિંગમાં ચાલી રેહલા લિફ્ટના બેઝમેન્ટમાં ફેંકી દીધુ હતું અને ખોટી અપહરણની ફરિયાદ કરી પોલીસેને ગેરમાર્ગે દોર્યા હતા.
મહિલાએ પોલીસ સમક્ષ કબૂલાત કરતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા તેના વિસ્તારમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. જેમાં યુવકે લગ્નની લાલચ પણ આપી હતી. પરંતુ પ્રેમીએ મહિલાના બાળક વીરને સાથે રાખવા ઈનકાર કરતા મહિલાને લગ્ન માટે બાળક નડતરરૂપ બની રહ્યું હતું. જેના કારણે મહિલાએ બાળકની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ રાત્રિના સમયે બાળકનો મૃતદેહ લિફ્ટના બેઝમેન્ટમાં ફેંકી દીધો હતો. સમ્રગ ઘટનાનો ભાંડો ફૂટતા ડિંડોલી પોલીસે હાલ હત્યા સહિત જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી મહિલા આરોપીની ધરપકડ કરી છે.
Tag: Surat Crime News in Gujarati
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








