Sunday, April 19, 2026
HomeGujaratGandhinagarગુજરાતની 5 નગરપાલીકા અપગ્રેડ થઇ મહાનગરપાલિકામાં ફેરવાશે તેવા અહેવાલ મામલે સરકારનું મહત્વનું...

ગુજરાતની 5 નગરપાલીકા અપગ્રેડ થઇ મહાનગરપાલિકામાં ફેરવાશે તેવા અહેવાલ મામલે સરકારનું મહત્વનું નિવેદન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ આજે વહેલી સવારથી કેટલાક સમાચાર મધ્યમોમાં એવા સમાચાર પ્રસિદ્ધ થઈ રહ્યા હતા કે, ગુજરાતની પાંચ નગરપાલીકાઓને કોર્પોરેશનમાં અપગ્રેડ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ગુજરાતમાં આઠ મોટા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત છે. ત્યારે ગુજરાત સરકારે વધુ પાંચ શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત કરી છે. આમ ગુજરાતમાં 5 નવી મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમાવેશ કરવામાં આવતા ગુજરાતમાં કુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા 13 પર થઈ જશે. જોકે આ અંગે સ્પષ્ટતા કરતાં ગુજરાત સરકારે આ વાતનું ખંડન કર્યું છે.

બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. ત્યાર બાદ ગુજરાતના પાંચ શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરવામાં આવી છે, તેવી વાતો શરૂ થઈ ગઈ હતી. જેમાં સુરેન્દ્રનગર, નવસારી, ગાંધીધામ, વાપી અને મોરબી નગરપાલીને અપગ્રેડ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવાનો નિર્ણય કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ હાલ ગુજરાત સરકારે આ વાતનું ખંડન કર્યું છે.

- Advertisement -

ગુજરાતમાં હાલ અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, જામનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જુનાગઢ આમ કુલ 8 મ્યુનિસિપલ કોર્પોરેશન છે. ત્યારે જો સુરેન્દ્રનગર, નવસારી, ગાંધીધામ, વાપી અને મોરબી નગરપાલીકાને ઉમેરવામાં આવે તો ગુજરાતમાં કોર્પોરેશનની સંખ્યા 13 થઈ જાય, પરંતુ હાલ સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular