નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ દુર્ઘટનાઓ ના સમાચારની પણ શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં (Ahmedabad) મણિનગર (Maninagar) ખાતે આવેલા સ્લમ ક્વાર્ટરમાં સવારેના સમયે બાલ્કની ધરાશાયી (Balcony Collapse) થવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. છેલ્લા ઘણા સમયથી સ્લમ ક્વાર્ટરની બાલ્કની ર્જજરિત હાલતમાં હતી અને સવારના સમયે રહીશો તેમના ઘરે બહાર નીકળે તે પહેલા આખી બાલ્કીનીનો ભાગ ધડામ લઈને નીચે પડ્યો હતો. આ મામલે સ્થનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ ક્વાર્ટરમાંથી 30થી વધુ લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યા છે. ઘટનાને જાણ થતા કોર્પોરેશનને કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા અને જર્જિરીત બાલ્કની તોડવાની કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના મણિનગર ખાતે ઉત્તમનગર બગીચા પાસે આવેલા સ્લમ ક્વાર્ટરમાં આજરોજ સવારે 10 વાગ્યાના સુમારે બાલ્કની ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે, છેલ્લા ઘણાં સમયથી ક્વાર્ટરની હાલત દયનીય છે. તેમ છતાં મજબૂર બની લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે. રહીશો બાલ્કનીનો એક ભાગ બેસી જતા તાત્કાલિક સાવચેત બન્યા હતા અને ઘર છોડી બહાર નીકળે તે પહેલા આખી બાલ્કની ધરાશાયી થઈ હતી. જેમાં 30થી વધુ લોકો ફસાયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. તેમજ લોકોએ મામલે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં રાહતના સમાચાર મળી રહ્યા છે કે કોઈ જાનહાનિ કે ઈજા સર્જાઈ નથી. ફાયર વિભાગના જવાનો દ્વારા હેમખેમ રીતે તમામ રહીશોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા સ્લમ ક્વાર્ટરમાં લોકો જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે, દર વખતે ચોમાસા દરમિયાન ક્વાર્ટરમાં દુર્ઘટના સર્જાવાની ઘટના બનતી હોય છે. છતાં AMC આ ઘટનાઓથી બોધપાઠ નથી લેતું અને વારંવાર એક જ પ્રકારની ભૂલો કરી લોકોના જીવ જોખમ મૂકે છે. જો આજે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો ભારે ખાનાખરાબી થઈ હોત. હવે જોવાનું એ રહ્યું કોર્પોરેશન દ્વારા આ મામલે કોઈ ગંભીરતા દાખવામાં આવશે કે પછી બેદરકારી જોવા મળશે તે તો હવે આગામી સમય બતાવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








