નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગાંધીનગરમાં ગઇકાલે ગુજરાત સરકાર (Gujarat Government) અને સેમિકન્ડક્ટર (semiconductor) બનાવતી અમેરિકી કંપની માઈક્રોન (Micron) વચ્ચે MOU કરવામાં આવ્યા છે. તાજેતરમાં PM મોદીએ કરેલા અમેરિકા પ્રવાસ બાદ માઈક્રોન કંપની દ્વારા ગુજરાતમાં 22 હજાર કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યાર બાદ ગઇકાલે સાંજના સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય ઇન્ફોર્મેશન અને ટેકનૉલોજિ મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં માઈક્રોન કંપની અને ગુજરાત સરકાર વચ્ચે MOU કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકાર સાથે થયેલા MOU અંતર્ગત પ્રથમ તબક્કામાં માઈક્રોન કંપની સાણંદમાં (Sanand) 22,516 કરોડના ખર્ચે ચિપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ તૈયાર કરશે. આ પ્લાન્ટનું કામ આ વર્ષે જ શરૂ થઈ જશે અને આવતા વર્ષ સુધીમાં આ પ્લાન્ટ કાર્યરત થઈ જશે. આ કંપની પ્રથમ તબક્કામાં 5 હજાર લોકોને રોજગારી આપશે, જ્યારે આવતા 5 વર્ષમાં આ કંપની 20 હજાર જેટલી રોજગારીની તકો ઊભી કરશે.
ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર ક્ષેત્રના ઉદ્યોગોને ગુજરાતમાં લાવવા માટે સેમિકન્ડક્ટર પોલિસી 2022-27ની જાહેરાત કરી હતી. આ પોલિસી અંતર્ગત ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર મેનિફેક્ચરિંગ યુનિટને સહકાર આપવા માટે ‘ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન’ની પણ શરૂઆત કરી હતી. ત્યારે હવે આ પોલિસીની જાહેરાત થયાના એક વર્ષની અંદર જ માઈક્રોન કંપની દ્વારા ગુજરાત સરકાર સાથે ચિપ મેનિફેક્ચરિંગ પ્લાન સ્થાપવા માટે MOU કરવામાં આવ્યા છે. માઈક્રોન કંપનીને MOUમાં સાણંદ GIDCમાં 93 એકર જમીન માટે ઓફર કામ એલોટમેન્ટ લેટર સરકારના સાયન્સ ટેકનૉલોજિ સચિવ વિજય નહેરા દ્વારા આપવામાં આવ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








