Thursday, April 30, 2026
HomeGujaratBhavnagarડમીકાંડમાં વધુ 2 સરકારી નોકરીયાત આરોપી ઝડપાયા, તપાસ માત્ર ભાવનગર પુરતી સિમિત...

ડમીકાંડમાં વધુ 2 સરકારી નોકરીયાત આરોપી ઝડપાયા, તપાસ માત્ર ભાવનગર પુરતી સિમિત કેમ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગર ડમીકાંડ (Bhavnagar Dummy Kand) મામલે ભાવનગર પોલીસે (Bhavnagar Police) ગતરોજ બુધવારે વધુ બે સરકારી નોકરીયાત આરોપીની ધરપકડ કરી છે. આમ વધુ બે આરોપીની ધરપકડ થતા સરકારી નોકરી પર રહેલા આરોપીની સંખ્યા કુલ 17 થઈ છે. જ્યારે કુલ પકડાયેલા આરોપીની સંખ્યા 64 સુધી પહોંચી ગઈ છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ખરેખર હજુ આ તપાસ બીજા જિલ્લા તરફ પણ પહોંચે તો હજારોની સંખ્યામાં આરોપીની ધરપકડ કરવી પડે તેવી સ્થિતી સર્જાય તેમ છે. પરંતુ આ મામલે તપાસ માત્ર ભાવનગર (Bhavnagar) જિલ્લા પુરતી જ સિમિત રહી ગઈ હોય તેમ જણાય છે.

મળતી વિગતો અનુસાર ભાવનગર પોલીસે ડમીકાંડમાં વધુ બે આરોપી પ્રકાશ દેવશંકર લાધવા (કોર્ટ ક્લાર્ક ગીર ગઢડા) અને હરદેવ વેણી શંકર લાધવા (તલાટી દાહોદ) બંને મૂળ ભાવનગર જિલ્લાના મહુવાના કરમદીયા ગામના રહેવાસી છે. હાલ જો ફરિયાદમાં નોંધાયેલા આરોપીની વાત કરવામાં આવે તો કુલ 31 આરોપી ઝડપાઇ ચૂક્યા છે. જ્યારે તપાસમાં ખુલેલા કુલ 33 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આમ કુલ 64 આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં 1 મહિલા આરોપીની જ્યારે 3 સગીર વયના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર પોલીસે ડમીકાંડ મામલે ઝડપેલા કુલ 64 આરોપીમાંથી 17 આરોપી સરકારી નોકરી મેળવી ચૂક્યા હતા. જેમાં પી.એસ.આઈ., તલાટી, કોર્ટ ક્લાર્ક સહિતની નોકરી મેળવી ચૂકેલા ઉમેદવારો આરોપી તરીકે નોંધાયા છે. ત્યારે સવાલ એ છે કે આ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી તેને નોકરી પરથી બરતરફ ક્યારે કરવામાં આવશે? તદ્ઉપરાંત સવાલ પેદા થઈ રહ્યો છે કે ડમીકાંડની તપાસ માત્ર ભાવનગર જિલ્લા પુરતી જ સિમિત કેમ રહી ગઈ છે. શું બીજા કોઈ જિલ્લામાં ડમીકાંડ નથી થયું? જો નથી થયું તો તે મામલે પણ સરકારે સ્પષ્ટતા કરી પ્રજાને માહિતી આપવી જોઈએ.

Tag: dummy kand bhavnagar today news

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular