Thursday, April 16, 2026
HomeGujaratSurendranagarતંત્રના પાપે અમદાવાદ-રાજકોટ હાઈવે પર હજારો વાહનો અટવાયા

તંત્રના પાપે અમદાવાદ-રાજકોટ હાઈવે પર હજારો વાહનો અટવાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: હાલ ગુજરાતભરમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને અનરાધાર વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાવવાની સમસ્યાનું નિર્માણ પણ થવા લાગ્યું છે. તે વચ્ચે અમદાવાદ અને લીંબડી હાઈવે પર વાહનવ્યહાર ખોરવાયો છે જેના કારણે હજારો વાહનનો પૈડા થંભી ચૂક્યા છે. જેમાં અમદાવાદથી રાજકોટ સાથે જોડાતા હાઇવે પર લિંબડી પાસે આવેલા બ્રિજમાં મસમોટો ભૂવો પડતો વાહનવ્યહાર અટવાઈ પડ્યો છે. જેને લઈ હાઈવે પર 25 કિલોમીટર જેટલા લાંબા ચક્કાજામના દૃષ્ય સર્જાયા છે. જોકે હજારો વાહન હાઇવે પર ફસાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ટ્રાફિક ખુલવામાં કલાકો લાગી શકે તેવી આશંકા વ્યકત કરાઈ છે.

એક તરફ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે બીજી તરફ વરસાદની શરૂઆત થતા જ રાજ્યના બ્રિજ પર ભ્રષ્ટાચારના ગાબડા પડાવાની શરૂઆત થઈ ચૂકી છે. જેને લઈ લોકોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવામાં આજે લિંબડી હાઇવે પર કતારબંધ વાહનો 25 કિલોમીટર લાંબી લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. જેના કારણે અમદાવાદ-રાજકોટ હાઇવેનો વાહનવ્યહાર સૂંર્પૂણ રીતે બંધ થઈ ચૂક્યો છે.

- Advertisement -

બીજી તરફ સર્વિસ રોડમાં પણ વરસાદ કારણે પાણી ભરાઇ જતા રસ્તો ઓળંગવા માટે વાહનચાલકોને ઘણી મુશ્કેલીઓનો સમાનો કરવો પડી રહ્યો છે. હવે આ ટ્રાફિક કયારે ખૂલશે તો આગામી સમય બતાવશે પરંતુ હાઈવે પર ટ્રાફિકજામના કારણે આસપાસના લોકો પણ પરાવાર મુશ્કેલીઓનો સમાનો કરી રહ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular