Wednesday, April 22, 2026
HomeGujaratSuratસુરતમાં સામાન્ય મારામારીની બાબતે આરોપીઓએ યુવક પર છરીના ઘા ઝીંક્યા

સુરતમાં સામાન્ય મારામારીની બાબતે આરોપીઓએ યુવક પર છરીના ઘા ઝીંક્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં (Surat) સામાન્ય મારામારીની ઘટનાની અદાવત રાખી આરોપીએ તેના સાથીદારો સાથે મળી યુવકને પેટને ભાગે છરીના ઘા ઝીંકયા હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓ ‘તુને હમારે આદમી કો ક્યૂ મારા’ તેવું કહી વસીમ પર છરી લઈ તૂટી પડ્યા હતા. વસીમે બૂમાબૂમ કરતા તેના મિત્ર સહિત આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. વસીમને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેના મિત્ર બાઈક પર એપલ હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ વસીમની હાલત ખૂબ જ ગંભીર છે, આ મામલે વસીમના ભાઈએ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ચારેય આરોપી વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે (Surat Police) હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વસીમના ભાઈને જાણકારી મળી હતી કે, કેટલાક લોકોએ તેના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો છે અને હાલ વસીમ એપલ હોસ્પીટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં વસીમનો ભાઈ હોસ્પિટલ આવ્યો હતો અને ઘટના અંગે પૂછાતા વસીમના મિત્રએ જણાવ્યું હતું કે, ગોલ્ડન નામના વ્યક્તિએ તેના સાથીઓ સાથે મળીને વસીમ પર હુમલો કર્યો હતો અને લોકો એકત્રિત થઈ જતાં તે ભાગી ગયા હતા. ત્યાર બાદ વસીમના ભાઈએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

હાલ યુવક વેન્ટલિટર છે અને તેની હાલત ખૂબ જ ગંભીર માનવમાં આવી રહી છે. વસીમના મોટાભાઈએ આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ઘ નામજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાના પ્રયાસ સહિત જૂદી-જૂદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે.

Tag : Surat Crime News in Gujarati

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular