Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadજાણો કેમ ઈસરો જેવી ખ્યાતનામ સંસ્થામાં કામ કરતો યુવક એક્ટિવા ચોર બન્યો?

જાણો કેમ ઈસરો જેવી ખ્યાતનામ સંસ્થામાં કામ કરતો યુવક એક્ટિવા ચોર બન્યો?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) જુદા-જુદા વિસ્તારમાં વાહન ચોરી (Vehicle Theft) કરી તરખાટ મચાવતા આરોપીને નારાણપુરા પોલીસ સ્ટેશને રંગ હાથ પકડી પાડ્યો છે અને તેના પાસેથી 17 જેટલા એક્ટિવા સહિત જુદા-જુદા સ્કૂટરો કબ્જે કર્યા છે. જ્યારે લોકો જાહેર પાર્કિગમાં, રોંગ સાઈડમાં, મેડકિલ કે અન્ય દુકાન આગળ સ્કૂટરમાં ચાવી લાગવેલી છોડી દેતા હોય છે, ત્યારે આ આરોપી તકનો ફાયદો ઉઠાવી સ્કૂટર લઈને છૂ મંતર થઈ જતો હતો. જે અંગે આરોપી વિરુદ્ઘ નારાણપુરા, વાડજ, નવરંગપુરા, ઘાટલોડિયા, ગુજરાત યુનિવર્સિટી, સેટેસાઈટ સહિતના વિસ્તારોમાં વાહન ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ નારાણપુરા પોલીસે (naranpura police) આરોપીની ધરપકડ કરી વાહનચોરીનો ભેદ ઉકેલ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના નારાણપુરા વિસ્તારમાં રથયાત્રાના દિવસે એક એક્ટિવાની ચોરી થઈ હતી. જેની તપાસ પોલીસ કરી રહી હતી, તે દરમિયાન પોલીસે CCTV કેમેરા અને હ્યમુન ઇન્ટિલેન્સની મદદથી આરોપીના ઘર પાસેથી રાત્રિના સમયે દબોચી પાડ્યો હતો. પોલીસે આરોપીને પોલીસ સ્ટેશનમાં લાવી સઘન પૂછપરછ કરતા આરોપીએ નારાણપુરા, વાડજ, ઘાટલોડિયા, ગુજરાત યુનિવર્સિટી, સેટેલાઈટ, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં અત્યાર સુધી ચોરી કરેલા 15 જેટલા એક્ટિવા કબ્જે કર્યા છે, જેની બજાર કિંમત 7 લાખ 90 હજાર રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

જેમાં આરોપીનું નામ ઉમંગ દિલીપ ગાંડાલાલ વાછાણી જે ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે. આરોપી ઇસરોમાં કોન્ટ્રકટર પર કામ કરતો હતો. જેમાં તેનુ ભવિષ્ય ઉજળું હતું. પરંતુ થોડા દિવસ પહેલા તેણે બે એક્ટિવા ચોર્યા હોતા, જેના કારણે પોલીસ પકડમાં ન આવતા આરોપીની હિંમત વધી ગઈ હતી. ત્યાર પછી તે જુદા-જુદા વિસ્તારોમાં એક બાદ એક એક્ટિવા ચોરી કરવા લાગ્યો હતો. પરંતુ કહેવાય છે ને ચોર ગમે તેટલો ચાલક હોય પોલીસથી પકડથી બચી નથી શકતો, તેવી જ રીતે આ ચાલક ચોરને નારાણપુરા પોલીસે દબોચી પાડી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular