નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતની શિક્ષણ નીતિને લઈને ગુજરાત સરકાર દ્વારા અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ અને AAP ગુજરાત સરકારને શિક્ષણના મુદ્દે ઘેરતા હોય તેવા અનેક કિસ્સાઓ બન્યા છે, પરંતુ આજે ગુજરાત સરકારના જ એક અધિકારી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી છે. જોકે અધિકારીનો ઇરાદો ગુજરાતની શિક્ષણ (Education) વ્યવસ્થામાં સુધારો થાય તેવો હતો. તાજેતરમાં શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાં અલગ-અલગ અધિકારીઓએ ગુજરાતમાં વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવમાં ભાગ લેતા હોય છે. ત્યારે એક IAS અધિકારી ધવલ પટેલે છોટાઉદેપુરની(Chhota Udaipur) 6 જેટલી શાળાઓની મુલાકાત કરી હતી અને ત્યાંની સ્થિતિ જોઈને તેઓ ખૂબ દુખી થયા હતા અને ગુજરાત સરકારને તેમણે એક પત્ર લખ્યો છે.



ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ વિભાગના કમિશનર ધવલ પટેલે છોટાઉદેપુર જીલ્લામાં 6 તાલુકાની શાળાઓની મુલાકાત કરી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓને તેમણે કેટલાક સામાન્ય સવાલો પૂછ્યા હતા. વિદ્યાર્થીઓ આ સવાલોના જવાબ પણ આપી શક્યા ન હતા. ગુજરાતની શાળાઓની આ સ્થિતિ જોઈને તેમણે દુખી થયા હતા અને સરકારને પત્ર લખીને રજૂઆત કરી હતી. પત્રમાં તેમણે જણાવ્યું છે કે, શાળામાં ભૌતિક સગવડો અને શિક્ષકોની સંખ્યા સિવાય તમામ બાબતો ચિતાજનક છે. વિદ્યાર્થીઓ સામાન્ય ગણિતના સવાલોના જવાબ પણ આપી શકતા નથી.
આજે આ પત્ર સામે આવતા ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર વિવિધતા ધરાવે છે, માટે તમામ જગ્યાએ શિક્ષણ આપવાની પદ્ધતિ પણ જુદી જુદી છે. ગુજરાતમાં તમામ જગ્યાઓએ અમે સારું શિક્ષણ આપી શકીએ એવા પ્રયત્નો ગુજરાત સરકાર કરી રહે છે. મુખ્યમંત્રીએ પણ સારાને બદલે જે સાચું હોય તે જણાવવા સૂચનો આપ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








