Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં આંગડિયા પેઢીનો મેનેજર લૂંટાયો, લૂંટારાઓએ બંદૂકની અણીએ ચલાવી લાખો રૂપિયાની લૂંટ

અમદાવાદમાં આંગડિયા પેઢીનો મેનેજર લૂંટાયો, લૂંટારાઓએ બંદૂકની અણીએ ચલાવી લાખો રૂપિયાની લૂંટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં દિવસને દિવસે લૂંટની ઘટના હવે સામાન્ય બનતી હોય તેવી રીતે લૂંટારાઓ બેફામ બની હથિયારની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ એક આગંડિયા પેઢીનો મેનેજર લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ જેટલા લૂંટારાઓએ એક રાઉન્ડ ફાયરિંગ કરીને બંદૂકની અણીએ અંદાજિત 46 લાખ રૂપિયાની લૂંટ કરી ભાગી ગયા હતા. ફાયરિંગને લઈ આંગડિયા પેઢીના મેનેજર ખૂબ ગભરાઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટાળા પણ ઉમટી પડ્યા હતા. મેનેજરે લૂંટની ઘટનાને અંગે શહેરકોટડા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આસપાસના ફ્લેટના CCTV ફૂટેજ આધારે તપાસ હાથધરી છે. લૂંટની ગંભીરતા પારખતા આ મામલામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે ગુરુવારે 9 વાગ્યાના અરસામાં વિષ્ણું આગડિયા પેઢીના મેનેજર મહેન્દ્ર પ્રજાપતિ એક જગ્યાથી પૈસાની ઉઘરાણી કરી પૈસા ભરેલી બેગ પોતાના ઘરે લઈ જઈ રહ્યા હતા. ત્યારે લૂંટારાઓએ ફરિયાદીની રેકી કરી હતી. ફરિયાદી બાપુનગર ખાતે આવેલી યોગેશ્વર સોસયાટી કાકડિયા હોસ્પિટલ પાસે આવેલા પોતાના ફ્લેટના પાર્કિગમાં હતા. તે દરમિયાન ત્રણ લૂંટારાઓ પાર્કિગમાં ઘૂસી આવ્યા હતા અને બંદૂકની અણીએ પૈસા ભરેલી બેગ ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફરિયાદી સામે પ્રતિકાર કરતા લૂંટારાઓએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના પગલે ફરિયાદી ડરી ગયો હતો લૂંટારાઓ બેગ આંચકી ભાગી ગયા હતા. ફાયરિંગ આવાજ સંભાળતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લૂંટની ઘટના અંગે મહેન્દ્ર પ્રજાપતિએ શહેરકોટડા પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફરિયાદીનું નિવેદન નોંધી ફ્લેટના CCTV ફૂટેજના અધારે લૂંટારાઓને ઝડપી પાડવા તપાસ હાથધરી હતી.

- Advertisement -

લૂંટ વિથ ફાયરિંગ ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ લૂંટની ઘટનાને લઈ સ્થાનિક પોલીસ સાથે તપાસ જોડાઈ છે. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ, ફરિયાદીના બેગમાં 46 લાખ 50 હજાર જેટલી રકમ હતી. ફરિયાદીના ફ્લેટના પાર્કિગમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગની ઘટનાને કારણે આજુબાજુના સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular