Wednesday, April 22, 2026
HomeGeneralસુરતની તાપી નદીમાં ત્રણ મિત્રો નાહવા પડ્યા હતા, બેનો બચાવ એકનું મોત

સુરતની તાપી નદીમાં ત્રણ મિત્રો નાહવા પડ્યા હતા, બેનો બચાવ એકનું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના (Surat) કામરેજ ખાતે આવેલા ગળતેશ્વર મંદિરમાં ગઇકાલે ત્રણ જેટલા મિત્રો મંદિરે દર્શન કરવા આવ્યા હતા. ત્યાર બાદ મંદિરની પાછળ આવેલી તાપી નદીમાં (Tapi River) ત્રણેય મિત્રો નાહવા પડ્યા હતા. નદીમાં નાહતા-નાહતા ત્રણેય મિત્રો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમને ડૂબતાં જોઈને આસપાસ રહેલા માછીમારો ડૂબતા યુવકોની મદદે દોડી આવ્યા હતા. ત્યારે માછીમારોને બે યુવકને બચાવામાં સફળતા મળી હતી. જોકે એક યુવક વધારે આગળ નીકળી ગયો હોવાથી તેનો અત્તાપત્તો લાગ્યો ન હતો. આ મામલે લોકોએ ફાયર વિભાગને જાણ થતા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકની શોધખોળ હાથધરી હતી. જોકે રાત થઈ જતા યુવકનો જીવી રહ્યો છે કે મૃત્યુ પામ્યુ છે તે અંગે કોઈ જાણ થઈ ન હોતી.

આજે સવારે કામરેજ પાસે તાપી નદીના માંથી સવારના સમયે યુવકનો મૃતદેહ નદીમાં તરી રહ્યો હતો. જેને લઈ રાહદારીએ કામરેજ પોલીસની જાણ કરતા પોલીસની ટીમ નદીના કાંઠે દોડી આવી હતી. યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમાર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. તેમજ આ અંગે પરિવારજનોને યુવકના મૃત્યુ અંગે જાણ કરતા પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

- Advertisement -

આ મામલે પોલીસ અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસ તરફથી મળતી વિગતો મુજબ યુવકનું નામ પિયુષ દવે હોવાનું સામે આવ્યુ છે. જે સુરતના વરાછાનો રહેવાસી છે, ગઈકાલે ત્રણે મિત્રો ગળતેશ્વર મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા. આ દરમિયાન નદીમાં નાહવા પાડતા આ ઘટના બની હતી. જોકે યુવકને શોધખોળ કરતા રાત થઈ ચૂકી હતી અને યુવકના મળ્યો ન હતો. ત્યારે સવારે પોલીસને જાણ થતા પોલીસની તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular