Friday, April 17, 2026
HomeGujaratઅંબાજી હાઈવે પર અસમાજિક તત્વોએ યાત્રિકો પર કર્યો પથ્થરમારો

અંબાજી હાઈવે પર અસમાજિક તત્વોએ યાત્રિકો પર કર્યો પથ્થરમારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: Banaskantha News: યાત્રાધામ અંબાજી (Ambaji) પાસે યાત્રિકો પર અસામાજિક તત્વો (Anti-social elements) દ્વારા પથ્થરમારો (Stone Pelting) કરવાની ઘટના સામે આવી છે. યાત્રિકો રાત્રિના સમયે મંદિરે જઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. ઘટનાને પગલે યાત્રિકોએ ઈમરજન્સી કોલ કરી પોલીસને જાણ કરી હતી. જેને લઈ તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથધરી છે. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ વાહનને નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગતરોજ બુધવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં યાત્રિકોની બે કાર અંબાજી જઈ રહી હતી. તે દરમિયાન પાન્છા માર્ગ પર અસામાજિક તત્વોએ યાત્રિકોની કાર પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પથ્થરમારાની ઘટનાને લઈ કાર સવાર તમામ લોકો ગભરાઈ ગયા હતા. તેમણે આ મામલે ઈમરજન્સી કોલ પર જાણ કરી હતી, ત્યાર બાદ તાત્કાલિક સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમ્રગ મામલે તપાસ હાથધરી હતી.

- Advertisement -

જોકે સદનસીબે આ બનાવમાં કોઈ યાત્રિકોને ઈજા પહોંચી નથી. પરંતુ આ પ્રકારની ઘટનાથી યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ યાત્રિકો ગુજરાત બહારના હોવાનું સામે આવ્યું છે અને તેઓ અંબાજી દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર પથ્થરમારાની ઘટના બની છે. આ અંગે સ્થાનિકોએ પણ રજૂઆત કરી છે કે, હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી આસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે. જેને લઈ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવા માટે માગ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular