Thursday, April 16, 2026
HomeGujaratઝાલોદમાં વાહન ચલાવવા મુદ્દે બોલાચાલી થતાં આરોપીઓએ યુવકનો અંગૂઠો આરી વડે કાપી...

ઝાલોદમાં વાહન ચલાવવા મુદ્દે બોલાચાલી થતાં આરોપીઓએ યુવકનો અંગૂઠો આરી વડે કાપી નાખ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દાહોદ: દાહોદ (Dahod) જિલ્લાના ઝાલોદમાં (jhalod) વાહન ઓવરટેક કરવા મામલે ઉગ્ર બોલચાલી થતા ઉશ્કેરાયેલા આરોપીઓએ યુવકને જાતિ વિષયક શબ્દો બોલી ઢોર માર માર્યો હતો. જોકે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ આવેશમાં આવી ફરિયાદીના હાથનો અંગૂઠો આરી વડે કાપી નાખ્યો (Thumb Cut off) હતો. આ ઘટનાથી સમ્રગ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. જે મામલે ઈજાગ્રસ્ત યુવકે ઝાલોદ પોલીસ સ્ટેશન (Jhalod Police Station) ખાતે ત્રણેય આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. તેમજ આરોપીઓ અન્ય સમુદાયના હોવાથી રથયાત્રાના દિવસે બનેલી ઘટનામાં કોઈ શાંતિ ન ડહોળાય તે માટે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બનાવની વિગત મુજબ, ફરિયાદી ગતરોજ મંગળવારે 5 વાગ્યાના અરસામાં પોતાના માસાની ઘરેથી પરત પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે અનવરપુરા સરકારી શાળા નજીક ટેમ્પો ચાલકે ફરિયાદીના વાહનને ઓવરટેક કરી ‘તને ચલાવતા નથી આવડતું’ તેવું કહી અભદ્ર ગાળો આપી હતી. જેથી ફરિયાદી ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતા આરોપી ત્યાંથી ભાગી ગયા હતા. ત્યાર બાદ આગળ હોટેલ પાસે જ્યારે ફરિયાદી નીકળી રહ્યો હતો. ત્યારે આરોપીઓએ ઝઘડા બાદ ફરિયાદીને અટકાવી ઢોર માર માર્યો હતો. જોકે આટલેથી ન અટકાતા એક આરોપીએ તેની પાસે રહેલી આરી વડે ફરિયાદીના અંગૂઠાના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. તેમજ જાતિવિષયક શબ્દો બોલી આપમાનિત કર્યા હતા.

- Advertisement -

મારામારીની ઘટનાને લઈ હોટેલ માલિક પણ દોડી આવ્યો હતો અને ઝઘડો શાંત કરાવ્યો હતો. જેમાં આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી હતા. ફરિયાદીને લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલેન્સ મારફતે દાહોદની સૈફી હોસ્પિટલમાં સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ મામલે ફરિયાદીએ 3 લોકો સામે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં યુવકોની ધરપકડ કરી છે.

આ અંગે ઝાલોદના DYSP ડી. આર. પટેલે જણાવ્યું હતું કે, હાલ ફરિયાદી હોસ્પિટલમાં એડમિટ છે. તેની ફરિયાદ લઈ લેવામાં આવી છે. આ ઘટનાના આરોપીને ગતરાત્રિએ પોલીસે પકડી પાડ્યા છે. હાલ જે બનાવ બન્યો તેમાં રથયાત્રા અને આ ઘટનાને કોઈ લેવા-દેવા નથી, આ બંને વ્યક્તિનો વ્યક્તિગત મામલો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular