Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadઈરાનમાં બંધક બનાવેલુ દંપતી અમદાવાદ પહોંચ્યું, ગાંધીનગરના એજન્ટ્સ ઓફિસમાં તાળા મારી ફરાર

ઈરાનમાં બંધક બનાવેલુ દંપતી અમદાવાદ પહોંચ્યું, ગાંધીનગરના એજન્ટ્સ ઓફિસમાં તાળા મારી ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતીઓ વિદેશી જવાની ઘેલછામાં મોતના મુખમાં ધકેલાતા હોય છે અથવા તો ખોટી જગ્યાએ ફસાઈ જતા હોય છે. ગેરકાયદેસર રીતે વિદેશ જવાની ઘેલછામાં (American dream) અનેક પરિવારનો માળો વિખેરાયો છે. છતાં પણ લોકો આવા એજન્ટનો સંપર્ક કરી જીવના જોખમ વિદેશ જતા હોય છે. તાજેતરમાં એક ગુજરાતી દંપતીનો હચમચાવી દેતો વિડિયો (Video) સામે આવ્યો હતો. આ દંપતીને અમેરિકા મોકલવાનું કહી પકિસ્તાનના એજન્ટે તેમનું અપહરણ કરી ગોંધી (hostage) રાખ્યું હતું અને યુવકની પીઠના ભાગે બ્લેડના ઘા મારી 15 લાખ રૂપિયાની માગણી કરી હતી. આ ઘટના સામે આવ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) તરત જ હરક્તમાં આવ્યા હતા અને કેન્દ્રીય સ્તરે વાતચીત કરી ઓપરેશન મુક્તિ હેઠળ ઈરાનના (Iran) એજન્ટના ચંગુલમાંથી દંપતીને (couple) છોડવી અમદાવાદ (Ahmedabad) પહોંચાડ્યા છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા પટેલ દંપતીએ અમેરિકા જવા માટે ગાંધીનગરના રાયાસણના એન્જટ અભય રાવલ અને પિન્ટુ ગોસ્વામીને સંપર્ક કર્યો હતો. બંને એજન્ટે 1.15 કરોડ રૂપિયામાં અમેરિકા પહોંચાડી દેવાની વાત કરી હતી. જેને લઈ દંપતીએ એજન્ટને નક્કી કરેલી રકમ પણ ચૂકવી દીધી હતી. તેઓ દુબઈથી વાયા ઈરાન થઈ અમેરિકા પહોંચડવાના હતા. આ માટે દંપતી દુબઈ પહોંચ્યુ ત્યાં બે-ત્રણ દિવસ રોકાયા બાદ ઈરાન પહોંચતા તેમને અમેરિકા પહોંચાડનારા પાકિસ્તાની એજન્ટે દંપતીનું અપહરણ કરી 15 લાખ રૂપિયાની માગણી કરી હતી. તેમજ આટલેથી ન અટકાતા એજન્ટે યુવક પકંજ પટેલની પીઠ પર ક્રૂરતાપૂર્વક બ્લેડના ઘા મારી એક વિડિયો થકી પૈસા મોકલવાવા જણાવ્યું હતું.

- Advertisement -

વિડિયોમાં યુવક ખૂબ જ પીડામાં દેખાઈ રહ્યો હતો અને પૈસા મોકલવા પરિવારને જણાવી રહ્યો હતો. જેને લઈ પકંજ પટેલના પરિવારે પૈસાની વ્યવસ્થા પણ કરી હતી. ઘટનાનો વિડિયો સામે આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સક્રિયા બન્યા હતા. આ સમ્રગ મામલે વિદેશ મંત્રાલય તેમજ અલગ-અલગ એજન્સીને જાણ કરી હતી. જે બાદ ઓપરેશન મુક્તિ હેઠળ દંપતીને ઈરાનથી છોડાવી અમદાવાદ લાવવામાં આવ્યું છે. દંપતીના સફળ ઓપરેશનને લઈ દંપતીના પરિવારજનોએ ગુજરાત સરકારનો આભાર માન્યો છે.

બીજી તરફ દંપતીને અમેરિકા મોકલનારા એજન્ટ અભય રાવલ અને પિન્ટુ ગોસ્વામીની ઓફિસમાં તાળા જોવા મળી રહ્યા છે. જેને લઈ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા હાલ ફરાર એજન્ટની શોધખોળ કરવામાં આવી રહી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular