Wednesday, August 12, 2026
HomeGujaratGandhinagarગાંધીનગરમાં બેફામ કારે એક્ટિવા ચાલકને ટક્કર મારતા ઓધેડનું મૃત્યુ, બે પુત્રએ પિતાની...

ગાંધીનગરમાં બેફામ કારે એક્ટિવા ચાલકને ટક્કર મારતા ઓધેડનું મૃત્યુ, બે પુત્રએ પિતાની છાત્રાછાયા ગુમાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવાનો વારો આવતો હોય છે. કેટલાક લોકો હાઈવે પર બેદરકારીપૂર્વક વાહનો ચાલવી લોકના જીવ જોખમમાં મૂકાતા હોય છે, તે વચ્ચે વધુ એક અકસ્માતની (accident) ઘટના ગાંધીનગરના (Gandhinagar) કોબા સર્કલ પાસે સામે આવી છે. કારચાલકે પાછળની એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલક જમીન પર પટકાયો હતો તેના માંથાના ભાગે ગંભીર પહોંચતા એકટિવા ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને કારચલાકને પકડી ઇન્ફોસિટી પોલીસ (Gandhinagar Police) જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કારચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી મુજબ, આજરોજ સવારે 7 વાગ્યાના અરસામાં એકટિવા ચાલક ભાસ્કર ચૌધરી પોતાના બાળકોને શાળાએ મૂકી ઘરે પરત આવી રહ્યા હતા. આ દરમિયાન કોબા સર્કલ પાસે સવારના સમયે રોડ પર સન્નાટો હોવાથી પૂરઝડપે ગફલતભરી રીતે કાર ચલાવતા કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. ટક્કરના કારણે એક્ટિવા ચાલક રોડ પર ફંગોળાઈને જમીન પર પડતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે આસપાસના રાહદારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારચલાકને પકડી અકસ્માત અંગેની જાણ ઇન્ફોસિટી પોલીસને કરી હતી.

- Advertisement -

જેના પગલે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. તેમજ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આ અંગે પોલીસે મૃતકના પરિવારને જાણ કરતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આધેડના મૃત્યુથી તેમના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular