નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Rath Yatra Routes: આગામી 20 તારીખે અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને (Rath Yatra 2023) યોજાવવાની છે. આ રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગન્નાથ મંદિર અને રથયાત્રાના દર્શન કરવા આવે છે. ભગવાના જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે વર્ષમાં એકવાર નગરયાત્રા કરવા અમદાવાદનાં રસ્તાઓ પર નીકળતા હોય છે. રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં લોકો જગન્નાથના દર્શન કરવા રસ્તા ઉપર આવી જતાં હોય છે. જેને કારણે વહનવ્યવહાર ન ખોરવાય તેના માટે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા આ સમય દરમિયાન રથયાત્રાના રૂટ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને તેના વૈકલ્પિક રસ્તા પણ જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આગામી રથયાત્રાને લઈ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન કયા રસ્તાઓ પર વહનવ્યવહાર બંધ રહેશે અને કયા રૂટનો વાહનચાલકો ઉપયોગ કરી શકશે તે માટે માહિતી આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.
વાહનચાલકો માટે પ્રતિબંધિત રૂટ
જમાલપુર ફૂલ બજારથી લઈ જમાલપુર ચાર રસ્તા અને ખમાસા ચાર રસ્તા 2 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. રાયખડ ચાર રસ્તા અને આસ્ટોડિયા દરવાજા સવારે 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ, સાળંગપુર સર્કલ, કાલુપુર બ્રિજ, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્લી ચકલા અને સર્સપુર સવારે 9 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી બંધ રહેશે. જ્યારે શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, આર. સી. હાઈસ્કૂલ, માણેકચોક અને ગોળલીમડા સાંજે 5:30 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે.
કયા રૂટ વાહનચાલકો માટે ચાલુ રહેશે
રાયખડ ચાર રસ્તા, વિકટોરિયા ગાર્ડન, રિવરફ્રન્ટ, ગીતા મંદિર, કામદાર ચાર રસ્તા, હરિગોદાની સર્કલ, નિર્મલ ચાર રસ્તા, ચામુંડા બ્રિજ, ચમનપુરા સર્કલ, આસરવા બ્રિજ, ઈદગાહ સર્કલ, કાલુપુર રેલ્વે સ્ટેશન, અનિલ સ્ટાર્ચ મિલ, ઈન્કમ ટેક્ષ, ગાંધી બ્રિજ ભવન્સ કોલેજ, લેમન્ટ્રી હોટેલ રૂપાલી, વીજળી ઘર અને લાલદરવાજા વાહનચાલકો માટે આ તમામ રૂટ વાહનવ્યવહાર માટે ખુલ્લા રહેશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








