Thursday, April 16, 2026
HomeGujaratJunagadhજૂનાગઢના માંગરોળમાં ડૂબતી બહેનને બચાવવા પડેલા ભાઈનું પણ મોત

જૂનાગઢના માંગરોળમાં ડૂબતી બહેનને બચાવવા પડેલા ભાઈનું પણ મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: જૂનાગઢના (Junagadh) માંગરોળ (Mangrol) તાલુકાનાં શેખપુરા ગામમાંથી દુખદ ઘટના સામે આવી છે. બપોરના સમયે ભાઈ અને બહેન વાડી નજીક આવેલી કેનાલ પાસે રમી રહ્યા હતા, તે દરમિયાન બહેન રમતા-રમતા કેનાલ (Sister Fell in Canal) પડી ગઈ હતી. તેણે બચાવ માટે બૂમો પડતા સ્થળ પર હાજર તેનો મોટો ભાઈ વિલંબ કર્યા વગર બહેનને બચાવવા કેનાલમાં કૂદી પડ્યો હતો. જોકે આ ઘટનમાં ભાઈ-બહેન બંનેનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. ઘટનાને પગલે પોલીસ કેનાલ પાસે દોડી આવી હતી બંને બાળકોના મૃતદેહ કાઢી પોસ્ટમાર્ટ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

બનાવની વિગત મુજબ, માંગરોળના શેખપુર ગામ ખાતે આવેલી વાડીમાં 8 વર્ષીદ અરશદ અને તેની 6 વર્ષીય બહેન કૌશર બંને બપોરે 2 વાગ્યાના અરસામાં વાડીની 100 મીટર નજીક આવેલી કેનાલ પાસે રમી રહ્યા હતા. તે દરમિયાન કૌશર રમતા-રમતા કેનાલમાં પડી ગઈ હતી અને ડૂબવા લાગી હતી. તેણે બચાવ માટે બૂમો પડતાં સાથે રહેલો મોટો ભાઈ અરશદ પળભરનો વિલંબ કર્યા વગર બહેનને બચાવવા કેનાલ કૂદી પડ્યો હતો. જોકે ભાઈને તરતા ન આવડતું હોવાથી બંનેનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. લાંબા સમયથી બાળકો ન દેખાતા પરિવારજનો વાડીની આસપાસ શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે તેઓ કેનાલ પાસે પહોંચ્યા હતા. જ્યાં બંને બાળકોના મૃતદેહ કેનાલમાં તરતા જોવા મળ્યા હતા. આ પ્રકારના દૃશ્યો જોતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.

- Advertisement -

આ સમ્રગ મામલે પરિવારજનોએ માંગરોળ પોલીસને (Mangrol Police) જાણ કરતા માંગરોળ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. બંને બાળકોના મૃતદેહ કેનાલામાંથી બહાર કાઢી પોસ્ટમાર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular