નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં રખડતા ઢોર (Stray Cattle) પકડવા ગયેલી ટીમ પર હુમલાની ઘટના અવાર-નવાર જુદા જુદા જિલ્લાઓમાંથી સામે આવતી હોય છે. ઢોર પાર્ટીની ટીમ પર હુમલો કરવા મામલે કાયદામાં કડક જોગવાઈ પણ કરવામાં આવી છે, છતાં પણ કેટલાક પશુપાલકો હુમલો કરવામાં અચકાતા નથી. ત્યારે વધુ એક વાર ઢોર પાર્ટીની ટીમ પર હુમલાની ઘટના વડોદરાના (Vadodara) વેમાલીથી સામે આવી છે. જ્યાં રખડતા ઢોર પકડી કર્મચારી ઢોરને ડબ્બામાં પૂરી રહ્યા હતા, તે દરમિયાન પશુપાલકો ઢોર પાર્ટીના કર્મચારી પર લાકડી વડે હુમલો કરી ઢોર છોડવાને લઈ ગયા હતા. સમ્રગ મામલે ઢોર પાર્ટીના કર્મચારીએ મંજુસર પોલીસ સ્ટેશન (Manjusar Police Station) ખાતે અજાણ્યા પશુપાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : વડોદરામાં રખડતા પશુને પકડતા થયો હુમલો, કોર્પોરેટર પણ ભૂલ્યા ભાન
ગુજરાતમાં અવાર-નવાર રખડતા ઢોરના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમવાવો પડતો હોય છે. રખડતા ઢોર ત્રાસને રોકવા માટે પાલિકાની ઢોર પાર્ટી દ્વારા કામગીરી કરવામાં આવ છે, ત્યારે કેટલાક પશુપાલકો ઉશ્કેરાઈને કર્મચારી પર જીવલેણ હુમલા કરી દેતા હોય છે. જેને લઈ કર્મચારીની સુરક્ષા પર ખતરો ઉભો થયો છે. મળતી માહિતી મુજબ, ગતરોજ બપોરે 3 વાગ્યાના અરસામાં વેમાલી ગામે રખડતા ઢોરને પકડવા ઢોર પાર્ટીની ટીમ ગઈ હતી, તે દરમિયાન તેઓ અંબે પ્રાથમિક શાળા પાસે પહોંચ્યા હતા. જાહેર રસ્તા પરથી રખડતી ગાયને પકડી કર્મચારીઓ ડબ્બામાં પુરી રહ્યા હતા. ત્યારે આ બાબતની જાણ પશુપાલકને થતા પશુપાલક સ્થળ પર દોડી આવ્યો હતો અને ઢોર પાર્ટીના કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી.
કર્મચારી ગાય ન છોડતા પશુપાલકે ઉશ્કેરાઈને કર્મચારી પર લાકડી વડે તૂટી પડ્યો હતો. જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાયો છોડાવી ભાગી ગયો હતો. આ મામલે ઢોરપાર્ટી ટીમના કર્મચારી રમેશ પરમારે હુમલાની ઘટનાને લઈ મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મારામારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








