નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી રાત્રિના અંધારામાં બાયોડીઝલની ચોરી થતી હોવાની ઘટના બની રહી છે, જેને લઈને સ્ટેટ મનોટરિંગ સેલે ગત રાત્રિએ પડધરી નજીક દરોડો કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના (State Monitoring Cell) દરોડા બાદ પડધરી પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. સ્થાનિક પોલીસની કામગીરી સામે શંકાઓ ઊભી થઈ રહી છે. ગતરોજ શુક્રવારે રાજકોટના (Rajkot) પડધરી હાઈવે (Paddhari Highway) પર ચાલી રહેલા ગેરકાયદેસર બાયોડીઝલ ચોરી (biodiesel theft) મામલે સ્ટેટ મનોટરિંગ સેલે દરોડો (SMC Raid) પાડી લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપી ભાગી જતા વોટેન્ડ જાહેર કર્યા છે.
સ્ટેટ મનોટરિંગ સેલના PSI સી. એન. પરમારના સ્કોર્ડને બાતમી મળી હતી કે, રાજકોટ અને પડધરી હાઈવે પર છેલ્લા ઘણાં સમયથી મોડી રાત્રિના સમયે કેટલાક લોકો ટેન્કરમાંથી ગેરકાયદેસર બાયોડીઝલ ચોરીનો ગોરખ ધંધો કરી ટેક્સથી બચવા સરકારી તિજોરીને નુકશાન પહોંચાડી રહ્યા છે. જે બાતમીના અધારે સ્ટેટ મનોટિરંગ સેલે અન્નપૂર્ણા આટાની ફેકટરી રાજકોટ-પડધરી રોડ પર મોડીરાત્રે દરોડો પાડ્યો હતો અને ગેરયકાયદેસર બાયોડીઝલ ચોરી કરી રહેલા 6 જેટલા આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન ત્રણ આરોપીની ભાગી ગયા હતા, તેમને વોટેન્ડ જાહેર કર્યા છે. સ્ટેટ મનોટરિંગ સેલની ટીમે સ્થળ પરથી 19,700 લીટર જેટલું બાયોડીઝલ અને બે ટેન્કર મળી કુલ 67,92,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
SMC દ્વારા વિક્રમસિંહ જાડેજા, મનીષ, શાહરૂખ સાખિયા, નરેન્દ્રસિંહ બાલુસિંગ, લલિતસિંહ, અને રવિ વીરડાની ધરપકડ કરી છે. તેમજ વોટેન્ડ જાહેર કરાયેલા આરોપી લાલા આહીર જેણે બાયો ડીઝલનો જથ્થો મોકલ્યો હતો. બસીર જે બોયડીઝલનો જથ્થો લાવ્યો હતો અને બાબુ સોની જે બાયોડીઝલની ચોરી માટે જગ્યા ભાડે આપનારો આરોપી છે. આ સમ્રગ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે પડધરી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી આરોપીને સ્થાનિક પોલીસને સોંપ્યા છે.
Tag: Rajkot News, SMC busts biodiesel theft in Rajkot
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








