નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે, ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની (Jagdish Thakor) જગ્યાએ હવે અન્ય કોઈ નેતાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવશે. ત્યારે હવે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને (Shaktisinh Gohil) ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ (Gujarat Congress President) જાહેર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજવા જઈ રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નિષ્ણાતોનું માનવું છે. ગત લોકસભામાં કોંગ્રેસનું ગુજરાતમાં જે પ્રદર્શન રહ્યું હતું, તેને જોતાં આગોતરી તૈયારીના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા ઘણા સમયથી જે ચર્ચાઓ ચાલી રહી હતી, તેનો આજે અંત આવ્યો છે અને કોંગ્રેસ દ્વારા શક્તિસિંહ ગોહિલને સત્તાવાર રીતે પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શક્તિસિંહ ગોહિલ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને હાલ રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનાં એક માત્ર સાંસદ છે. ગુજરાતનાં સ્થાનિક અને દિલ્હીમાં કેન્દ્રિય નેતાઓ દ્વારા શક્તિસિંહની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખની રેસમાં પરેશ ધાનાણી અને દિપક બાબરિયાનું નામ પણ ચર્ચાઇ રહ્યું હતું, પરંતુ હવે સત્તાવાર જાહેરાત બાદ શક્તિસિંહ ગોહિલને આ જવાબદારી સોંપી દેવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસની સાથે પુડુચેરીમાં પણ કોંગ્રેસ દ્વારા નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. વી. વૈથીલિંગમને પુડુચેરી કોંગ્રેસનાં નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે, જેઓ સાંસદ છે. જ્યારે મૂંબઈમાં પણ રિજનલ કોંગ્રેસ પ્રમુખ બદલવામાં આવ્યા છે. ધારાસભ્ય વર્ષા ગાયકવાડને મુંબઈ રિજનલ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








