Tuesday, June 23, 2026
HomeGeneralપ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટમાં આજે 39 MOU કરાયા, અત્યાર સુધી કુલ 135 થયા

પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટમાં આજે 39 MOU કરાયા, અત્યાર સુધી કુલ 135 થયા

- Advertisement -

નવજીવન. ગાંધીનગર: ગુજરાતમાં દેશ વિદેશથી કંપનીઓને રોકાણ કરવા માટે આકર્ષિત કરવા માટે 2003થી ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનું આયોજન કરવામાં આવે છે. 2022માં જાન્યુઆરી 10થી 12 સુધી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ યોજવા જઈ રહી છે તે પૂર્વે પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે દર સોમવારે કેટલાક MOU કરવામાં આવતા હોય છે. જે પૈકી આજે MOUની છઠ્ઠી શૃંખલા આજે રજૂ કરવામાં આવી હતી. સોમવારે પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટમાં 39 જેટલા MOU કરવામાં આવ્યા હતા.

વાયબ્રન્ટ સમિટની આગામી ૧૦મી એડીશનના પૂર્વાધરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના ઉદ્યોગ વિભાગે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટેના MOU કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. આ સોમવારે તદઅનુસાર પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ અન્વયે ૬ઠ્ઠી કડીમાં ૩૯ MOUs સંપન્ન થયા હતા.

- Advertisement -

શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી અને ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ આ MOU સંબંધિત રોકાણકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા. આ સૂચિત રોકાણો માટેના જે ૩૯ MOU થયા તેમાં ગુજરાત જલ સેવા તાલીમ સંસ્થાએ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ માટેના, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વચ્ચે ફોરેન્સીક સાયન્સ રિલેટેડ પ્રોગ્રામ તેમજ સ્કીલ્ડ હ્યુમન રિસોર્સિસના સ્ટ્રેટેજિક MOU થયા હતા. ઉદ્યોગ ક્ષેત્રે રોકાણો ઉપરાંત રાજ્યની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને પંચમહાલ-ગોધરા અને મહીસાગર જિલ્લા પોલીસ વચ્ચે પોલીસ સ્ટાફના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય અને જાહેર વહીવટ તેમજ કાનૂની ક્ષેત્રે સ્કીલ ડેવલપમેન્ટના MOU થયા હતા.



આ સોમવારે યોજાયેલી શૃંખલાના ૩૯ MOU સાથે સમગ્રતયા કુલ ૧૩૫ MOU અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટે થયા છે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ હૈદર તેમજ વરિષ્ઠ સચિવો અને MOU કરનારા ઉદ્યોગ ગૃહોના-સંસ્થાઓના પ્રતિનિધિઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે, સમગ્ર દેશમાં અને ગુજરાતમાં કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધી રહ્યો છે ત્યારે આવી રીતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનું આયોજન કરીને ગુજરાત સરકાર કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહી છે તેવું નિષણતોનું કહેવું છે. જો યોગ્ય કાળજી લેવામાં નથી આવે તો આ વાયબ્રન્ટ સમીટ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરનું મુખ્ય કરણ બનશે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular