જયંત દાફડા (નવજીવન અમદાવાદ): અમદાવાદમાં ૧૨ વર્ષના બાળકને નાસ્તો અને ફરવા જવાની લાલચ આપીને અપહરણ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. સોલા વિસ્તારના ઝાયડસ હોસ્પિટલની સામે ઝૂપડામાં રહેતા મજૂર પરિવારના બાળકને અજાણ્યો વ્યક્તિ તેની સાથે લઈ ગયો હતો અને તેની સાથે ભીખ મંગાવતો હતો. જોકે પોલીસના હાથે આ શખ્સ ઝડપાઈ ગયો છે અને સોલા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
પ્રપ્પ વિગત અનુસાર ૧૪ ડિસેમ્બરના રોજ સોલા વિસ્તારના ઝૂપડામાં રહેતા માતા પિતા સવારે કામ કરવા ગયા હતા સાંજે પરત આવ્યા ત્યારે તેમનો ૧૨ વર્ષનો પુત્ર ઝૂંપડીમાં મળી આવ્યો ન હતો. જે મામલે પોલીસને જાણ કરાતા પોલીસે બાળકની શોધખોળ શરૂ કરી હતી. સીસીટીવી થી લઈને સોશિયલ મીડિયાની મદદ લઈ બાળકને શોધવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. બાળકને કોઈ શાળામાં અભ્યાસ કરવા ન મૂક્યો હોવાથી તેનો જન્મ તારીખનો દાખલો કે અન્ય કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા.
૧ લી જાન્યુઆરીના રોજ હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યા ઉપર બાળક રડી રહ્યો હતો. ત્યાંથી પસાર થતાં ટ્રાફિક કોન્સ્ટેબલનું ઘ્યાન બાળક પર જતા તેણે બાળકને રડવાનું કારણ પૂછી તેની પૂછપરછ કરી હતી. તે દરમિયાન બાળકે કહ્યું હતું કે સામેની સાઈડ પર ચા ની લારી પર જે ભાઈ બેઠા છે. તે મને પરાણે લઇ આવ્યો છે.
પોલીસે ચા ની લારી પર બેઠેલા વ્યક્તિની પૂછપરછ કરી અકાયત કરતા જાણવા મળ્યું હતું કે આ બાળક અમદાવાદના સોલા વિસ્તારમાંથી ગાયબ થયું હતુ તે આ જ બાળક છે. બાળક જ્યારે રોજબરોજની જેમ થલતેજ માર્કેટમાં ગયો હતો ત્યારે આરોપી ભરતભાઈ જે પ્લાસ્ટિકના કચરો વીણવાનું કામ કરે છે તેના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ આરોપીએ બાળકને નાસ્તો અને પાટણ ફરવા જવાની લાલચ આપી પોતાની જોડે લઈ આવ્યો હતો. ત્યાર બાદ બાળક જોડે ભીખ માંગવી, પ્લાસ્ટીકનો કચરો વીણાવી જે કંઈ પૈસા આવતા તે આરોપી લઈ લેતો હતો. બાળક ઘરે જવાનું કહેતો તો તેને ગોંધી રાખીને માર મારતો હતો. ઉપરાંત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો.
પોલીસે આરોપી સામે IPCની ૩૬૩, ૩૬૩ (ક), ૩૨૩, ૩૭૭. પોક્સોની કલમ ૩(એ), ૪, ૫ (આઇ), ૫ (એલ), ૬ જુવેનાઇલ જસ્ટિસ કલમ ૭૬, ૮૪ મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












