નવજીવન ન્યૂઝ. અમદાવાદ: GSEB 12th Result 2023 Date (ધોરણ 12 પરિણામ તારીખ): ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ (HSC result 2023) જાહેર થવાની શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ છેલ્લા લાંબા સમયથી પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી શિક્ષણ વિભાગની વેબસાઈટ gseb.org પરથી પરિણામ જોઈ શકશે. તેમજ 6357300971 નંબરમાં વોટ્સએપ પર સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશે.
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શાળા ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચમાં મહિનામાં યોજાઈ હતી. જેમાં ગુજરાતમાંથી 4.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 2 મહિનાની અંતરાલ બાદ આવતીકાલે 31મેના રોજ પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. આ અગાઉ ધોરણ 12 સાયન્સનું પરિણામ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઈ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓમાં પણ પરિણામને લઈ આતુરતા હતી, જેનો આવતીકાલે બુધવારના દિવસે અંત આવશે.
વિદ્યાર્થીઓને ગુણપત્રક, પ્રમાણ પત્રક અને S.R શાળાવાર મોકલવા અંગેની જાણ શિક્ષણ વિભાગ તરફથી પાછળથી કરવામાં આવશે, પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતરી ચકાસણી, નામ સુધારા અને અસ્વીકાર તેમજ પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેના પરિપત્ર થોડા સમય બાદ પ્રસિદ્ઘ કરવામાં આવશે. તેમજ ગુણપત્રક અને પ્રમાણ પત્રક જે-તે શાળાઓને મોકલી આપવામાં આવશે.
TAG: Gujarat Board 12th Result 2023 Date, GSEB 12th Result 2023, GSEB HSC Result 2023 Date
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








