Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabad૧૫૦ કિમીમાં ૪૫૦ કેમેરા ચેક કરી આ રીતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો...

૧૫૦ કિમીમાં ૪૫૦ કેમેરા ચેક કરી આ રીતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો લૂંટનો ભેદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) નવરંગપુરા વિસ્તારમાં તાજેતરમાં લાખો રૂપિયાની લૂંટ ચલાવામાં આવી હતી. દિન દહાડે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 50 લાખ રૂપિયાની લૂંટ (Angadia Firm Loot Case) ચલાવામાં આવતા સ્થાનિક પોલીસ સહિત તપાસ એજન્સીઓ પણ કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) નવરંગપુરામાં લૂંટ (Navrangpura Loot)ચલાવનારી ગેંગનો પર્દાફાશ કરીને બે આરોપીઓને જેલ હવાલે કર્યા છે. સાથે 35 લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે.

શું હતો સમ્રગ મામલો

અમદાવાદમાં 28 એપ્રિલના દિવસે નવરંગપુરા વિસ્તારમાં આવેલા લાલચોક બંગ્લા ખાતે આરોપીઓએ રેકી કરીને પ્લાનિંગ મુજબ આર અશોક આંગડિયા પેઢીના કર્મચારીના એકટિવાને ટક્કર મારી હતી. જેના કારણે આગડિયા પેઢીના કર્મચારી જમીન પટકાયા હતા. તે દરમિયાન બે જેટલા લૂંટારાઓ પૈસા ભરેલી બેગ લઈ રફ્ફુચક્કર થઇ ગયા હતા. જે અંગે આંગડિયા પેઢીના કર્મચારીએ નવરંગપુરા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથધરી હતી. જોકે આ ગુનામાં સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ક્રાઈમબ્રાંચે પણ આરોપીને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -

ત્યારે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હ્યુમન ઇન્ટેલિજન્સ સીસીટીવી કેમેરાની મદદથી બંને શખ્સને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ મોજશોખ કરવા માટે લૂંટ કરતા હતા અને રકમની વહેંચણી કરી લેતા હતા. ત્યારબાદ બીજી લૂંટ ચલાવાનો પ્લાનિંગ કરતા હતા.

આ અંગે ક્રાઈમબ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડિલક જણાવ્યુ હતું કે, એક મહિના પહેલા નવરંગપુરામાં આર અશોક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 50 લાખની લૂંટ થઈ હતી. જે ગુનાની તપાસમાં ક્રાઈમબ્રાંચની અલગ-અલગ ટીમો પણ તપાસ જોડાઈ હતી. જે દરમિયાન ક્રાઈમબ્રાંચના પોલીસ ઈન્સપેક્ટર વી.બી.આલની ટીમને બાતમી મળી હતી કે, નવરંગપુરામાં લૂંટ ચલાવનાર વિશાલ સિંધી અને પ્રતિક પાનવેકર દહેગામ રોડ પર છે. જે બાતમીના અધારે તપાસ કરતાં દહેગામ રોડ હંસપુરા બસ સ્ટેન્ડ પાસેથી બંને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ઉપયોગ લેવાયેલી બાઈક અને 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જો કર્યો છે.

આરોપીએ સી.સી.ટી.વીથી બચવા માટે આખો શરીર એક ભાગ પણ દેખાય નહી તેવી રીતે ઢાંકી લીધો હતો. લૂંટ કર્યા બાદ આરોપીએ અમદાવાદથી 150 કિલોમીટર દૂર ભાગી ગયા હતા. જોકે મોડી રાત્રે અમદાવાદમાં પરત ફર્યા હતા. ક્રાઈમબ્રાંચ 150 કિલોમીટરના અલગ અલગ જગ્યાના 475થી વધુ સી.સી.ટી.વી કેમેરા તપાસ કર્યા હતા. આરોપીઓ લૂંટ પહેલા અમદાવાદ શહેરની બહાર કોઈ જગ્યા પર ભેગા થતા હતા. જ્યાં કપડા બદલી ચહેરો ઢાંકવાના માસ્ક, રૂમાલ અને હેલ્મેટ અને ટોપીનો ઉપયોગ કરીને અલગ અલગ વાહનોમાં નિકળતા હતા. સાથે જ રસ્તામાં આરોપીઓ વાહનોમાં માણસો બદલતા રહેતા હતા. ત્યારબાદ જ્વેલર્સ શોરૂમ અને આંગડીયા પેઢીની આસપાસ રેકી કરીને થેલો લઈ નીકળતા માણસોનો પીછો કરતાં હતા. ત્યારબાદ તેમની પાસેથી લૂંટ ચલાવતા હતા. લૂંટ ચલાવ્યા બાદ પોલીસને ચકમો આપવા માટે વાહનો જૂદા-જૂદા રસ્તાઓ પર લઈ જઈને અમદાવાદ શહેરની બહાર નીકળીને રાત્રીના અંધારામાં પરત ઘરે આવી જતાં હતા. પોલીસે હાલ નવરંગપુરા લૂંટ કેસમાં બે આરોપીને દબોચી લીધા છે. જ્યારે બે આરોપી હજી ફરાર છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular