Wednesday, July 8, 2026
HomeGeneralજામનગરમાં નેતા પુત્રએ ધમકાવ્યા અને પોલીસે ફડાકા ઝીંક્યા, વેપારી જાય તો જાય...

જામનગરમાં નેતા પુત્રએ ધમકાવ્યા અને પોલીસે ફડાકા ઝીંક્યા, વેપારી જાય તો જાય ક્યાં?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જામનગરઃ રાજ્યમાં સત્તામાં રહેલા નેતાઓના પુત્ર અનેક વખત વિવાદમાં આવતા હોય છે. ત્યારે જામનગરમાં (Jamnagar) ભાજપના નેતાના (BJP Leader) પુત્રની ધોળા દિવસે દાદાગીરી સામે આવી છે. નેતાનો પુત્ર ડંડો લઈને વેપારીને ધમકી આપવા નીકળ્યો હતો. જોકે પોલીસે (Jamnagar Police) વેપારીની મદદ કરવાના બદલે વેપારીને જ લાફા ઝીંકી દીધા હતા. આ સમગ્ર મામલો કેમેરામાં કેદ થઈ જતા તેને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થઈ રહ્યો છે.

જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં આવેલું બજાર પોલીસ અને મહાનગરપાલીકા માટે માથાનો દુઃખાવો બન્યો છે. કારણ કે અહીં બજારમાં રેંકડી અને પથારાવાળાનો ત્રાસ છે. જેના પાછળ જવાબદાર અહીં ચાલતી હપ્તાખોરી છે. ત્યારે આ ચોક બજારમાં એક કાપડના વેપારીને એક યુવક હાથમાં ધોકો લઈને ધમકાવવા આવ્યો હતો. સમગ્ર મામલો સી.સી.ટી.વી.માં કેદ થયો હતો. વેપારીને ધમકાવા આવેલો યુવક શાસક પક્ષના નેતા કુસુમ પંડ્યાના દીકરો હર્ષિલ પંડ્યા હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

નેતાનો પુત્ર વેપારીને ધોકો લઈને ધમકાવતો હોવાનો વીડિયો વાયરલ થયાના બે દિવસ બાદ અન્ય એક સી.સી.ટી.વી. ફુટેજ સામે આવ્યા છે. જેમાં શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા અને મેયર બીનાબેન કોઠારીની હાજરીમાં પોલીસ સબ ઈન્સપેક્ટર વેપારીને લાફાવાળી કરી રહ્યા છે. વેપારીઓનો આક્ષેપ છે કે આ બુધ જ પૈસા માટે થઈ રહ્યું છે. જ્યારે નેતાઓનો કહેવું છે કે, દબાણ દુર કરવીએ છીએ એટેલે આવા આક્ષેપ કરવામાં આવે છે. ત્યારે અહીં સવાલ થાય કે બજારમાં ચાલતી હપ્તાખોરી સામે કાર્યવાહી કરવાનું કામ તંત્રનું છે તો શા માટે નેતાના પુત્રએ કાયદો હાથમાં લીધો?

અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય જનતા તેમના પ્રશ્નોને લઈને નેતાઓને ચૂંટણીમાં જીતાડતા હોય છે. પરંતુ નેતાના પુત્ર દ્વારા જ તેમને ધાકધમકી આપવામાં આવતી હોય છે. જોકે પોલીસ પણ આવા નેતાના પુત્રની સામે કાર્યવાહી કરવાના બદલે ભોગ બનારાને જ લાફાવાળી કરી દેતી હોય તો સામાન્ય જનતા ન્યાયની અપેક્ષા કોની પાસે રાખશે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular