Tuesday, June 23, 2026
HomeGeneralના નાયક રહ્યા, ના ખલનાયક.. જુઓ કેવી હાલત થઈ, સુરતમાં નીકળેલા નબીરાઓ...

ના નાયક રહ્યા, ના ખલનાયક.. જુઓ કેવી હાલત થઈ, સુરતમાં નીકળેલા નબીરાઓ પાસે જાણો બંદુક જેવું દેખાતું શું હતું? જાણીને હસી પડશો

- Advertisement -

નવજીવન.સુરતઃ સુરતમાં થોડા દિવસથી એક વાયરલ વીડિયો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જ્યાં લોકો રાત્રી કરફ્યુ કેવો લાદવામાં આવ્યો છે તે સત્ય જાણે છે ત્યાં આ વીડિયોમાં યુવકો દેખીતી રીતે બંદુક જેવું હથિયાર લાગે તેવું લઈ બીજા હાથમાં સિગારેટ અને બુલેટ પર મિત્રના ખભે ચઢી સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. જેને કારણે આ બંને સામે લોકોનો જાણે બધો રોષ ઉતર્યો હોય તેવી સ્થિતિ હતી. અહીં તહીં આ વીડિયો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જોકે બંને શખ્સોને કાયદાનો સારો એવો અનુભવ થઈ ગયો છે. વીડિયોમાં જ્યાં નાયક નહીં ખલનાયકનું ગીત વાગતું હતું ત્યાં હવે આ કાર્યવાહી પછી યાદ આવે કે હવે તેઓ ના નાયક રહ્યા ના ખલનાયક બધું પોલીસે હવા ભરેલા ફુગ્ગામાં ટાંકણી મારી કાઢી નાખ્યું હોય તેવી હાલત થઈ છે.



રાત્રી કરફ્યુ દરમિયાન 14 ડિસેમ્બરે બે યુવકોએ સુરતમાં એક વીડિયો બનાવ્યો હતો જેમાં એક યુવક બાઈક ચલાવે છે અને બીજો તેના ખભે ચઢી હાથમાં બંદુક સાથે સીગારેટ પીતો સ્ટાઈલથી રસ્તામાં સ્ટંટ કરે છે. આ શખ્સ નીક ઓડેદરા હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે તુરંત કાર્યવાહી કરતાં ખબર પડી કે આ બંને શખ્સો પાસે જે બંદુક છે તે સાચી બંદુક નથી તે તો લાઈટર છે. પોલીસે બંદુક જેવી લાઈટર સાથે ભય જેવો માહોલ ઉભો કરી દેનારા બંને સામે કાર્યવાહી કરતાં બંનેએ કાન પકડી લીધા હતા અને પોલીસ મથકે હાથ જોડી ગુનો માફ કરવા આજીજી કરી હતી જોકે પોલીસે કાર્યવાહી કરી તેમને કાયદાનો મતલબ અને તેની મહામ્યતા સમજાવી દીધી હતી. પોલીસે કરેલી કાર્યવાહી સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે અમે આવા તમામ ગુનાઓ બાબતે ગંભીરતાથી પગલા લઈએ છીએ.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular