નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગર ડમીકાંડમાં (Bhavnagar Dummy Kand) આજરોજ વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીમાં એક આરોપી કિશોર વયનો હોવાની માહિતી મળી છે. આમ હવે ભાવનગર પોલીસે (Bhavnagar Police) ડમીકાંડમાં (Dummy Scam) કુલ 50 લોકોની ધરપકડ કરી છે.
યુવરાજસિંહ જાડેજાના (Yuvrajsinh Jadeja) ડમીકાંડના ખુલાસા બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ભાવનગર પોલીસે શરૂઆતમાં કુલ 36 આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પરંતુ મામલો વધારે ગંભીર હોય ભાવનગર પોલીસે SITની રચના કરી તપાસ શરૂ કરી હતી. જે બાદ ધડાધડ આરોપીઓની ધરપકડનો દૌર શરૂ થયો હતો. જેમાં આજરોજ ઝડપાયેલા 3 આરોપી સહિત કુલ 50 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે આજરોજ ઝડપાયેલા આરોપીઓમાંનો એક આરોપી 17 વર્ષનો કિશોર છે.
ડમીકાંડની તપાસ કરી રહેલી ભાવનગર પોલીસને ટીમે આજરોજ આરોપી જયદીપ ભદ્રેશભાઈ ધાધલ્યા ઉ. વ.૨૮ રહે. કમીનીયા નગર ભાવનગર, ઋષિત અરવિંદભાઈ બારૈયા ઉ. વ.18 રહે. પીપરલા તેમજ એક કિશોરની ધરપકડ કરી છે. આમ હવે FIRમાં નોંધાયેલા 24 આરોપી જ્યારે ફરિયાદ બાદ તપાસમાં ખુલેલા 26 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કુલ આરોપીમાં કુલ 2 સગીર વયના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








