નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના (Surat) જહાંગીરપુરામાં રહેતી મહિલા પ્રોફેસરના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતી ગેંગના ત્રણ સભ્યને સુરત પોલીસની (Surat Police) ટીમે વેશપલટો કરી બિહારથી ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ આરોપીઓની વધુ પૂછપરછ કરતા ચોકાંવાનારા ખુલાસા થયા હતા, જેમાં બ્લેકમેંલિગ કાંડમાં આન્ધપ્રદેશની એક મહિલા પણ સંડોવાયેલી હોવાનું સામે આવ્યું હતું. જ્યાં રાંદેર પોલીસની એક ટીમ વેશપલટો કરી આંધ્રપ્રદેશ (Andhra Pradesh) પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈ હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે આરોપી મહિલાની વિજયવાડા સ્ટ્રીટ પંજા સેન્ટર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી અને તેને સુરત લાવી પૂછપરછ કરતા ચોકાંવનારા ખુલાસા થયા છે, જેમાં આરોપી મહિલા પાકિસ્તાન કનેકશન ધરાવતી હોવાનું પણ જાણવા મળ્યુ છે.
સુરતમાં થોડા દિવસ અગાઉ આંધ્રપ્રદેશની એક ટોળકી દ્ઘારા સુરતના જહાંપુરામાં રહેતી મહિલા પ્રોફસર પર અજાણ્યા નંબરથી લિંક મોકલી હતી, મહિલાએ લિંક ઈન્સ્ટોલ કરતા યુવતીની તમામ માહિતી ભેજાબાજો પાસે પહોંચી હતી. ત્યાર બાદ તેમણે ઇન્સ્ટ્રગ્રામ પરથી યુવતીના ફોટા મેળવી મોર્ફ કરી યુવતીના વોટ્સએપમાં મોકલ્યા હતા અને સગાસબંધીમાં વાયરલ કરવાની ધમકી આપી સતત બ્લેકમેલિંગ કરી લાખો રૂપિયા મેળવી લીધા હતા. જોકે ગઠિયાઓ પૈસા માગવાનું ચાલુ રાખતા યુવતી કંટાળી ગઈ હતી. અંતે તેણે ટ્રેનની આગળ પડતું મૂકી આપઘાત કર્યો હતો. જે મામલે પોલીસે તપાસ કરતા યુવતી બ્લેકમેલિંગનો શિકાર બની હોવાનું સામે આવ્યું હતુ. પોલીસે એક ટીમ બનાવી આરોપીને પકડવા બિહાર મોકલી હતી. પોલીસે વેશપલટો કરી ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા અને તેમની પૂછપરછ કરતા આંધ્રપ્રદેશની એક મહિલા પણ એક બ્લેકમેલિંગના રેકેટમાં સામેલ હોવાનું સામે આવ્યું હતું.
સુરતના રાદેર પોલીસ સ્ટેશનની એક ટીમ આરોપી મહિલાને પકડવા આંધ્રપ્રદેશના વિજયવાડા પહોંચી હતી. રાંદેર પોલીસે સ્થાનિક પોલીસની મદદ લઈ વેશપલટો કરી હ્યમુન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લઈ બે દિવસ રેકી કરી હતી, ત્યારબાદ મહિલા આરોપી જુહીને ઝડપી પાડી હતી. મહિલાની પૂછપરછ કરતા ચોકાંવનારી માહિતી સામે આવી છે. જેમા મહિલા પાકિસ્તાની કનેકશન ધરાવતી હોવાનું સામે આવ્યો છે. જુહી હાઈપ્રોફાઈલ જીવનશૈલી જીવવા માટે પાકિસ્તાની સાગરિત પાસેથી ભારતીય યુવતીના નંબર મેળવી બાયનાન્સ એપ્લીકેશન એકાઉન્ટ મારફતે લોનના હપ્તા ભરવાના છે, તેમ કહી તેમના વોટ્સએપ નંબર પર ન્યૂડ ફોટો મોકલતી હતી અને સગાસબંધીઓમાં વાયરલ કરવાની ધમકી આપી રોજના અલગ-અલગ યુવતી પાસેથી 60થી 70 હજાર રૂપિયા પડાવતી હતી. જૂહી પાસેથી 7 અલગ અલગ બેન્ક એકાઉન્ટ પણ મળી આવ્યા છે અને છેલ્લા 5 વર્ષથી સાગરિતો સાથે મળી બ્લેકમેલિંગ કરી યુવતીઓ પાસેથી પૈસા પડાવતી હતી. જ્યાં પોલીસે જુહી સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાની તજવીજ હાથધરી છે. રિમાન્ડમાં અનેક ચોકાંવનારા ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે.
Tag: Surat Crime News in Gujarati, Surat Live News Today
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796