નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગરમાં રાજ્યવ્યાપી ડમીકાંડ (Bhavnagar Dummy Kand) મામલે ભાવનગર પોલીસે (Bhavnagar Police) અત્યાર સુધી 45 જેટલા આરોપીઓની ધરપકડ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હજુ આ કેસમાં આરોપીઓની પકડવાની કાર્યવાહી ચાલી છે. પોલીસે ચોપડે કુલ 57 જેટલી ફરિયાદો નોંધાઈ છે, જેમાં સરકારી પરીક્ષામાં ડમી ઉમેદવાર (Dummy Candidate) તરીકે બેસાડી સરકારી નોકરી મેળવી હતી. ડમીકાંડમાં પકડાયેલા આરોપીઓ પૈકી કેટલાક આરોપીઓ અલગ અલગ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા હતા. સરકારી વિભાગમાં ફરજ બજાવતા આ 16 જેટલા આરોપીઓ સામે હવે આગળની તપાસ Gujarat ACB કરશે.
કેટલાક સમય પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ બાદ સમ્રગ ડમીકાંડનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈ ભાવનગર રેન્જ આઈ. જી. ગૌતમ પરમારના આદેશ બાદ ડમીકાંડમાં SITની રચના કરવામાં આવી હતી. આ કેસમાં તપાસનો ધમધમાટ કરતા 60થી વધુ આરોપીઓ ડમીકાંડમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીઓને પકડી પૂછપરછ કરતા ચોકાંવનારા ખુલાસા થયા હતા, જેમાં 2013થી આ ડમીકાંડ રાજ્યમાં ચાલતું હોવાનું બહાર આવ્યુ છે.
ડમીકાંડમા પકડાયેલા સરકારી કર્મચારીઓની તપાસ ભાવનગર ACBના પી. આઈ. એમ. ડી. પટેલ અને માલા ભરવાડને સોંપવામાં આવી છે. જે સમ્રગ મામલો ઝીણવટપૂર્વક તપાસ કરતા ડમીકાંડમાં સંડોવાયેલા 16 જેટલા આરોપીઓ સરકારી વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા. જેમાં શરદ પનોત જે સરતાજપર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો, પ્રકાશ દવે BQC તળાજા, પ્રદીપ બારૈયા કોર્ટ કલાર્ક તરીકે ફરજ બજાવતો હતો, સંજય પંડ્યા ટ્રેનિંગ PSI તરીકે ફરજ બજાવતો હતો, અક્ષય બારૈયા PTI કલાર્ક તરીકે ફરજ બજાવતો હતો, વિરમદેવસિંહ ગોહિલ ST ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો, ભાર્ગવ બારૈયા, રમેશ બારૈયા MPHW સાવરકુંડલામાં ફરજ બજાવાતો હતો, વિપુલ અગ્રવાત શિક્ષક તળાજા તરીકે ફરજ બજાવતો હતો, હસમુખ ભટ્ટુ કેશળામાં તલાટી તરીકે ફરજ બજાવતો હતો, સંજય સોલંકી MPHW છોટાઉદેપુર ફરજ બજાવતો હતો, ગોપાલ લાંધવા MPHW સાવરકુંડલામાં ફરજ બજાવતો હતો, ઈકબાલ લોંડિયા MPHW પાવી જેતપુત ખાતે ફરજ બજાવતો હતો, હનીફ લોડિયા MPHW પાવી જેતપુરમાં ફરજ બજાવતો હતો, કલ્પેશ જાતી શિક્ષક છોટાઉદેપુર તરીકે ફરજ બજાવતા હતા, દિવેશ પંડયા પોલીસ કોન્સ્ટેબલ બગદાણા ફરજ બજાવતો હતો એમ કુલ 16 જેટલા આરોપીઓ સામે તપાસ હવે ACB દ્વારા કરવામાં આવશે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








