નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ GSEB SSC Result 2023 :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-10નું પરિણામ (GSEB Class 10 Result)આજે સવારે જાહેર કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યે જાહેર થનારું પરિણામ 7:45 વાગ્યે 15 મિનિટ વહેલુ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ વેબસાઈટ www.gseb.org પરથી અને વોટ્સએપ નંબર 63573 00971 પર પોતાનો બેઠક નંબર સેન્ડ કરીને પોતાનું પરિણામ જાણી શકે છે. આ વર્ષે ધોરણ 10નું કુલ પરિણામ 64.62 ટકા આવ્યું છે.
આ વર્ષે ગુજરાત બોર્ડની ધોરણ-10ની પરિક્ષા કુલ 958 કેન્દ્ર પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં કુલ 9.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા. આ વર્ષે ધોરણ-10માં વિદ્યાર્થીઓનું કુલ પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં સામાન્ય નીચું છે. ગત વર્ષે ધોરણ 10માં કુલ વિદ્યાર્થીઓનું પરિણામ 65.18% પરિણામ આવ્યું હતું. આ વર્ષે 0 ટકા પરિણામ લાવનારી શાળાઓની સંખ્યામાં ગત વર્ષ કરતાં વધરા થયો છે. સાથે જ 100 ટકા પરિણામ અને 30 ટકા કરતાં ઓછું પરિણામ લાવનારી શાળાઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
ગુજરાત બોર્ડ ધોરણ-10ના પરિણામમાં આ વર્ષે સુરતએ બાજી મારી છે. સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ 76.45 ટકા છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો દાહોદનું 4.75 ટકા છે. સૌથી વધુ પરિણામ 95.92 ટકા ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર છે. જ્યારે સૌથી ઓછું પરિણામ 11.94 ટકા ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર છે. આ વર્ષના પરિણામ છોકરીઓએ બાજી મારી છે. છોકરાઓના પરિણામ કરતાં 11 ટકા પરિણામ છોકરીઓનું વધુ છે. છોકરીઓનું 70.65 ટકા પરિણામ છે જ્યારે છોકરાઓનું માત્ર 59.58 ટકા જ પરિણામ આવ્યું છે. આ વર્ષે સૌથી વધુ 1.96 લાખ વિદ્યાર્થી બેસિક ગણિતમાં નાપાસ થયા છે. જ્યારે માતૃભાષા ગુજરાતીમાં 96 હજાર વિદ્યાર્થી નાપાસ થયા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








