Wednesday, July 8, 2026
HomeGeneralજૂનાગઢના જંગલમાંથી મળ્યો કિશોરનો મૃતદેહ, સ્કૂલ ફી લઈને ઘરેથી નિકળ્યો હતો

જૂનાગઢના જંગલમાંથી મળ્યો કિશોરનો મૃતદેહ, સ્કૂલ ફી લઈને ઘરેથી નિકળ્યો હતો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જૂનાગઢઃ જૂનાગઢના (Junagadh) જગંલમાંથી આજે એક 13 વર્ષના કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે. કિશોર શાળાની ફી લઈને ઘરેથી નિકળ્યા બાદ ઘરે પરત ન ફરતા કિશોરના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે બે દિવસ અગાઉ ગુમ થયેલા કિશોરનો (Missing teenager) મૃતદેહ જૂનાગઢના જંગલમાંથી (Junagadh Forest) મળી આવ્યો હતો. કિશોરના મૃતદેહને લઈને પોલીસને (Junagadh Police) શંકા છે કે કિશોરની હત્યા કરવામાં આવી છે જેને લઈને પોલીસે 3 શંકમંદોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢના ઉપરકોટ ગેટના અંદરથી એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ પોલીસને થતાં પોલીસે મૃતદેહની તપાસ કરતાં તેની ઓળખ માહિર ઈકબાલ કાદરી તરીકે થઈ હતી. માહિર જૂનાગઢના કપડા કોડિયાની ગુફા પાસે આવેલા ધારાગઢ દરવાજા પાસે રહેતો હતો. ગઈકાલે માહિર ગુમ થઈ જતાં તેના પિતા ઈકબાલ કાદરીએ જણાવ્યું હતું કે, ગત સોમવારની સાંજથી માહિર ઘરે પરત ફર્યો ન હતો. માહિર સોરઠ શાળામાં અભ્યાસ કરે છે. ધોરણ 8માં પાસ થઈ જતાં માહિર ધોરણ 9માં આવ્યો હતો. જેથી પિતાએ તેને ફી માટે રૂપિયા 1400 આપ્યા હતા. જે પૈસા તેમના જમાઈને આપવાના હતા. જેથી માહિર ઘરેથી મોપેડ લઈને નિકળ્યો હતો.

- Advertisement -

ઘણો સમય જતાં માહિર ઘરે પરત ન આવતા પિતાએ જમાઈને ફોન કરીને માહિર વિશે વાત કરી હતી. જોકે માહિર તેમની પાસે આવ્યો જ ન હોવાનું જણાવ્યું હતું. માહિરની કોઈ ભાળ ન મળતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે પરિવારને માહિર ન મળતા આખરે આ અંગેની જાણ એ ડિવિઝન પોલીસમાં કરી હતી. જેથી પોલીસની ટીમ પણ માહિરને શોઘવા માટે કામે લાગી હતી. આ દરમિયાન બીજા દિવસે પોલીસને માહિરનું મોપેડ ઉપરકોટના ગેટ પાસે પડ્યું હોવાની માહિતી મળી હતી. જેથી તે વિસ્તારમાં પોલીસે તપાસ કરતાં એક ખાણમાંથી લાશ મળી આવી હતી, જે માહિરની હતી. માહિરના માથાના ભાગમાં બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હોવાના નિશાનો મળી આવ્યા હતા. સાથે જ તેના હાથ પર જંગલી પ્રાણીએ બચકા ભર્યા હોવાના નિશાન પણ મળી આવ્યા હતા. પોલીસે માહિરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલીને વધુ તપાસ શરૂ કરી હતી.

પોલીસે માહિર અંગે તપાસ કરતાં સામે આવ્યું હતું કે, માહિર જુગાર રમાવાનો શોખીન હતો અને જુગાર રમવા બાબતે કોઈ માથાકુટ થઈ હોવાના કારણે તેની હત્યા થઈ હોવાનું પોલીસનું અનુમાન છે. હાલ સમગ્ર મામલે પોલીસે ત્રણ શંકમંદ કિશોરની અટાકત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Tag: Junagadh News, Junagadh Child Missing Case Update Today

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular