Thursday, April 23, 2026
HomeGeneralબ્રાન્ડ અસલી પણ માલ નકલી ! અરવલ્લી SOGએ ઝડપ્યું તેલના ડબ્બાનું કૌભાંડ

બ્રાન્ડ અસલી પણ માલ નકલી ! અરવલ્લી SOGએ ઝડપ્યું તેલના ડબ્બાનું કૌભાંડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અરવલ્લી: અરવલ્લીના (Aravalli) મોડાસામાં (Modasa) અસલી બ્રાન્ડના નામે નકલી તેલના વેચાણના કૌભાંડનું (Fake Edible Oil Scam) SOGએ પર્દાફાશ કર્યો છે. જ્યાં વ્યકિત તીરૂપતિ ,ગુલાબ જેવી વિવિધ તેલની બ્રાન્ડના ડબ્બાની આડમાં અંદર નકલી તેલ ભરી વેચાતુ હોવાનુ સામે આવ્યુ હતું જેના પગલે અરવલ્લી SOGએ રાત્રિ દરમિયાન દરોડો પાડી ફેકટરીમાંથી નકલી તેલના ડબ્બા સાથે એક વ્યકિતની ધરપકડ કરી તેની પૂછપરછ ચાલી રહી છે કેટલાક સમયથી આ વેચાણ કરતો હતો. કયા કયા વેચાણ કરી ચૂક્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લીના મોડાસામાં આવેલી GIDCમાં લક્ષ્મી પ્રોન્ટીસ નામની ફેકટરીમાં તરૂપતિ કપાસિયા તેલ સહિત અલગ અલગ તેલના બ્રાન્ડની સ્ટીકરની આડમાં ડબ્બા પર તરૂપતિ બ્રાન્ડનું સ્ટીકર ચોંટાડી નકલી તેલ ભરી વેચાતુ હોવાની બાતમી અરવલ્લી SOGની ટીમને મળી હતી. જે બાતમીના આધારે રાત્રિ સમયે મોડાસા GIDCમાં આવેલી લક્ષ્મી પ્રોન્ટીસ નામની ફેકટરીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં એક વ્યકિત તેલના ડબ્બાની આડમાં તિરૂપતિ બ્રાન્ડના સ્ટીકરો ચોટાડી તેમાં નકલી તેલ ભરી બજારમાં વેચાણ કરતુ હોવાનું સામે આવ્યુ છે. SOGએ સ્થળ પરથી 8 તેલના ડબ્બા તિરૂપતિ કંપનીના સ્ટીકર સહિત અમિત શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી અમતિશાહ નકલી ડબ્બા વેચી મોટો નફો કરતો હતો. SOGએ તેલના ડબ્બા અંગે તપાસ હાથધરી છે કે આ તેલના ડબ્બા કયા વેચવામાં આવતા હતા કેવરીતે વેચાવામાં આવતા અને અત્યાર સુધી કેટલા ડબ્બાઓ વેચી ચુક્યા છે. તે તમામ બાબતે ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી અમિત હલકી ગુણવત્તાની તેલ વપારી ડબ્બામાં તરૂપતિના બ્રાન્ડના નામે વેચાણ કરી એક ડબ્બા પર 1200 રૂપિયા જેટલો નફો કમાવતો હતો.રાત્રિના સમયમાં ફેકટરીમાં ખાલી ડબ્બા મૂકી આખી ઘટનાને અંજામ આપતો હતો.

TAG: Aravalli SOG raid, Fake Edible Oil Scam busted in Modasa

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular