નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં તાજેતરમાં પોલીસે એક યુવકને માર માર્યો હોય અને તેનું મૃત્યુ થયું હોય તેવા આક્ષેપો બોટાદ પોલીસ પર થયા હતા, ત્યાર બાદ હવે ફરીથી સુરતના (Surat) ઉમરા પોલીસ સ્ટેશન (Umra Police Station) પર આવા આક્ષેપો થઈ રહ્યા છે. આજે એક યુવકે આક્ષેપો કર્યા છે કે, પોલીસે તેનો ફોન છીનવી લીધો અને તેને ઢોર માર માર્યો (police beaten up) હતો, જેના કારણે તેના કાનના પડદા પર ગંભીર ઇજાઓ થઈ છે. આ ઉપરાંત આ યુવકે પોતાના શરીર ઉપર ઇજાના નિશાન પણ મીડિયા સમક્ષ બતાવ્યા હતા. આ ઘટનાને લઈને યુવકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) અને PMOમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી છે.
સમગ્ર ઘટના અંગે યુવકે જણાવ્યું હતું કે, “જનતાને પોલીસ હેરાન કરી રહી હતી, તેનો અમે વિડિયો ઉતારી રહ્યા હતા. જેમાં એક પોલીસવાળાએ મને વિડિયો લેતા જોઈ લીધો હતો. ત્યાર બાદ આ પોલીસવાળાએ અન્ય પોલીસ સાથે મળીને અમને ઢોર માર માર્યો હતો અને અમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં ડીસ્ટાફના બે પોલીસ કર્મચારીઓએ પોલીસ સ્ટેશનના રૂમમાં લઈ જઈ દંડા તેમજ લાતો વડે માર માર્યો હતો અને અમારો ફોન છીનવી લઈ વિડિયો ડિલીટ કરાવ્યો હતો. જે મામલે યુવકોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રધાનમંત્રી કાર્યાલયને ટ્વીટ કરી સમ્રગ મામલે ફરિયાદ કરી છે અને જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે એકશન લેવા માગ કરી છે.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








