નવજીવન ન્યૂઝ. ભરૂચ: ગુજરાતની નદીઓમાં જે રીતે કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું છે, તે મનુષ્યો માટે તો હાનિકારક છે જ પણ હવે તો પ્રાણીઓના આ પાણી પીવાથી મૃત્યુ થતાં હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. ભરૂચ (Bharuch) જિલ્લાના કચ્છી પુરા ગામમાં નદીનું પાણી પીતા એકાએક 25 જેટલા ઊંટના મૃત્યુ (Camel Died) થવાની ઘટના સામે આવી છે. આ ઊંટના માલિકના આક્ષેપ છે કે નદીનું કેમિકલ યુક્ત પાણી પીવાથી (drinking chemically water) તેમના ઊંટના મૃત્યુ થયા છે. હાલ અસરગ્રસ્ત ઊંટને સારવાર માટે નજીકના પશુ સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. આસપાસ આવેલા ઔદ્યોગિક કેન્દ્રો મોટા પાયે નદીમાં કેમિકલ ઠાલવતાં હોવાનો સ્થાનિકોનો પણ આક્ષેપ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચમાં આવેલા કચ્છી પુરા ગામના એક પશુપાલક સવારના સમયે પોતાના ઊંટ ચરાવવા માટે ગયા હતા, તે દરમિયાન ઊંટોએ નદીનું પાણી પીતા અચાનક બધા ઊંટની તબિયત લથડી હતી અને એક પછી એક એમ 25 જેટલા ઊંટના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત હજુ કેટલાક અસરગ્રસ્ત ઊંટને સારવાર માટે નજીકના પશુ સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. 25 ઊંટના મૃત્યુ થતાં પશુપાકલને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. પશુપાલકે આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, આસપાસ આવેલા ઔદ્યોગીક એકમો મોટા પાયે નદીમાં કેમિકલ છોડી રહ્યા છે. આ કેમિકલ વાળું પાણી પીવાના કારણે જ તેમના ઊંટના મૃત્યુ થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, GPCBની રહેમનજર હેઠળ કેટલાક યુનિટો બેફામ પ્રદૂષિત પાણી નદીમાં છોડી પકૃતિનું નિકંદન કાઢી રહ્યા છે. કેમિકલ યુક્ત પાણી છોડતા માનવી સહિત પશુ-પક્ષીઓ અને નદીમાં રહેલી જીવ સુષ્ટિી માટે પણ પાણી પ્રાણઘાતક બની જાય છે. લોકો રોજિંદા જીવનમાં આ જ પાણીનો ઉપયોગ કરે છે, ખેતી માટે પણ આ પાણી વપરાય છે. તેથી હવે લોકોમાં માગ ઉઠી છે કે GPCB હપ્તારાજ બંધ કરે અને નદીઓનું પ્રદૂષણ કરતાં ઔદ્યોગિક એકમો સામે પગલાં લેવાનું શરૂ કરે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








