Sunday, May 24, 2026
HomeGujaratSuratસુરતમાં યુવતીને કૂતરું કરડતાં પરિવારે ભુવાનો સહારો લીધો, હડકવા થતાં 6 મહિનામાં...

સુરતમાં યુવતીને કૂતરું કરડતાં પરિવારે ભુવાનો સહારો લીધો, હડકવા થતાં 6 મહિનામાં મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat News: આપણે ભલે 21મી સદીમાં આવ્યા હોઈએ તેમ છતાં હજુ લોકોની અંધશ્રદ્ધા અંગેની વિચારધારા બદલાતી નથી. રાજ્યમાં અવાર-નવાર બાબા-સાધુ, ભુવા, તાંત્રિકો લોકોના દુઃખ દુર કરવાના બહાને લોકોને છેતરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેમ છતાં પણ લોકો અંધશ્રદ્ધામાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે સુરતમાં એક પરિવારને અંધશ્રદ્ધાના કારણે પોતાની દીકરી ગુમાવાનો વારો આવ્યો છે. સુરતના એક પરિવારે દીકરીને કૂતરું કરડતાં (Dog Bite) એક ભુવાનો સહારો લીધો હતો અને આખરે દીકરીનું છ મહિના પછી મૃત્યુ નિપજ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર, સુરત જિલ્લાના રાંદેર વિસ્તારમાં ભાગળ શાક માર્કેટમાં રહેતી જ્યોતિ નામની 18 વર્ષીય યુવતીને 6 મહિના અગાઉ કૂતરું કરડ્યું હતું. યુવતીને કૂતરું કરડતા સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને એક ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. પરિવારે યુવતીની ચાલી રહેલી સારાવાર અધ વચ્ચેથી અટકાવી લીઘી હતી અને અન્ય ચાર લેવાના થતાં ઈન્જેક્શન યુવતીને અપાવ્યા ન હતા.

- Advertisement -

જોકે બે દિવસ પહેલા યુવતીની તબીયત લથડી હતી. યુવતી પાણી અને અજવાળુ જોઈને વિચિત્ર હરકતો કરવા લાગી હતી. જેથી યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન યુવતીને હડકવાની અસર હોવાનું સામે આવ્યું હતું. જેથી બે દિવસની અડધી સારવાર મુકીને પરિવાર યુવતીને ભુવા પાસે લઈ ગયો હતો. આ ભુવાએ વિધીના નામે પરિવારને બોલાવીને યુવતીને બાંધી દીધી હતી. જોકે બીજા દિવસે સવારે જ્યોતિનું મોત નિપજ્યું હતું. પરિવારની અંધશ્રદ્ધાના કારણે જવાનજોધ દીકરીને જીવ ગુમાવવામાં આવ્યો છે. જો પરિવાર દ્વારા તબીબની સલાહ લઈને સારવાર આપવામાં આવી હોત તો કદાચ આજે આ દિકરી જીવીત રહી ગઈ હોત.

Tag: Surat Latest News Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular