Thursday, October 29, 2026
HomeGujaratકોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા સમર્થકો સાથે કરશે કેસરિયો, લોકસભાની ચૂંટણીને લઈ...

કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા સમર્થકો સાથે કરશે કેસરિયો, લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ સક્રિય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છોટાઉદેપુર: જ્યારે કોઈ પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક હોય ત્યારે ટિકિટ ન મળવી અથવા તો પોતાના પક્ષ દ્વારા અવગણના થવાના કારણે નેતાઓ પક્ષ પલટો કરતાં હોય તેવા ઘણા કિસ્સા સામે આવે છે, પરંતુ ગુજરાતમાં કોઈ ચૂંટણી ન હોવા છતાં છોટાઉદેપુર (Chhota Udaipur) જિલ્લાના દિગ્ગજ કોંગ્રેસ નેતા (Congress Leader) ભાજપમાં જોડવાના છે તેવી અટકળો શરૂ થઈ છે. છોટાઉદેપુર જીલ્લામાં છ વાર ચૂંટણી જીતેલા પૂર્વ ધારાસભ્ય ધીરુ ભીલ (Dhirubhai Bhil) ભાજપમાં 18 મેના રોજ પોતાના સમર્થકો સાથે ભાજપમાં (BJP Gujarat) જોડાશે તેવી વાત સામે આવતા સ્થાનિક નેતાઓમાં અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે.

દક્ષિણ ગુજરાતમાં ધીરુ ભીલ આદિવાસી ક્ષેત્રમાં સારું પ્રભુત્વ ધરાવે છે, તાજેતરમાં કર્ણાટકની ચુંટણીમાં ભાજપને આદિવાસી વિસ્તારોમાં મોટા ભાગે હારનો સામનો કરવાઓ પડ્યો છે. ત્યારે આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં પકડ મજબૂત બનાવવા ભાજપ મહેનત કરી રહી છે. ત્યારે જો ધીરુ ભીલ ભાજપમાં જોડાઈ જાય છે તો 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને જિતાડવામાં ધણી મદદ થઈ શકે છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિન ન મળતા ધીરુ ભીલ લાંબા સમયથી ગુજરાત કોંગ્રેસનાં નેતૃત્વથી નારાજ હતા. તેના કારણે જ હવે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.

- Advertisement -

ધીરુ ભીલની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો, તેઓ 1995 પ્રથમ વખત અપક્ષ ઉમેદવાર તરીકે રાજકારણ પ્રવેશ્યા હતા અને લોકોએ તેમના પર વિશ્વાસ મૂકી તેમને જીતાડ્યા પણ હતા. 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા, કોંગ્રેસે પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં ધીરુ ભીલને સંખેડાથી ટિકિટ આપી હતી અને તેઓ કોંગ્રેસમાંથી પ્રથમ ચૂંટણી જીત્યા હતા. 2002માં ફરી કોંગ્રેસે સંખેડા બેઠક પરથી ધીરુ ભીલને રિપીટ કર્યા હતા પણ કમનસીબે તેમની હાર થઈ હતી. ફરી 2007માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે એ જ બેઠક પરથી ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા હતા. 2012માં ફરી કોંગ્રેસે એ જ બેઠક પર ધીરુ ભીલને રિપીટ કર્યા હતા અને ધીરુ ભીલે ચૂંટણી જીતી હતી. 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમને ફરીથી ટિકિટ મળી હતી, પરંતુ 2017માં તેમણે હારી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપે 2024 ગુજરાતમાં ચૂંટણી જીતવા તૈયારીઓ શરૂ કરી લીધી છે. તેમજ અત્યાર સુધી આદિવાસી વિસ્તારો ભાજપની નબળાઈ રહી હતી, પરંતુ 2022માં આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામે સૌ કોઇને આશ્ચર્યચકિત કર્યા હતા. ગુજરાતમાં 27 આદિવાસી બેઠકોમાંથી 24 જેટલી બેઠક ભાજપે કબ્જે કરી હતી. જેને લઈ આદિવાસી બેઠકો હવેથી ભાજપે પૂરતો ધ્યાન આપવાની શરૂઆત કરી છે અને એક બાદ એક આદિવાસી નેતાઓ અગ્રણીઓને પોતાના પક્ષમાં જોડાવા પ્રયાસો શરૂ કર્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular