Thursday, April 23, 2026
HomeGujaratઅનુસૂચિત જાતિને ફાળવેલી જમીનને કુવા બનાવી દેતા ખનીજ માફિયા, CMને કરી ફરિયાદ

અનુસૂચિત જાતિને ફાળવેલી જમીનને કુવા બનાવી દેતા ખનીજ માફિયા, CMને કરી ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમરેલીઃ ગુજરાતમાં ભૂમાફિયા દિવસેને દિવસે બેફામ બની રહ્યા હોય તે પ્રકારના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે અમરેલી (Amreli) જિલ્લામાં ખુલ્લેઆમ કાયદાના ધજાગરા ઉડ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના (scheduled caste) લોકોને આપવામાં આવેલી જમીન પર ભુમાફિયા ખનન (mining) કરીને મોટા પાયે રીતેની ચોરી કરી રહ્યા છે. ત્યારે આ મામલે તપાસ કરવા માટે સંબંધિત અધિકારીઓ સહિત મુખ્યમંત્રીને (Chief Minister of Gujarat) રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે અમરેલીમાં અનુસૂચિત જાતિને ફાળવામાં આવેલી જમીન પર કાયદેસરની કાર્યવાહી કરીને તેમને તેમની જમીન પરત મળશે કે નહીં.

સામાજિક કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા જણાવામાં આવ્યું છે કે, “અનુસૂચિત જાતિ, ગરીબ, વંચિત, ઓબીસીના લોકોને અમરેલી તાલુકાના જશવંતગઢ ગામે સરકારે મફતમાં 100 ચોરસ વાર જમીન ફાળવવામાં આવી છે. આ જમીનમાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે જેસીબી મશીનથી જમીન ઉખાડી નાખીને ટ્રેક્ટરોથી ગેરકાયદેસર માટીની હેરાફેરી કરી રહ્યા છે. ઉપરાંત ક્યારેય પણ આ ગરીબ વર્ગના લોકોને 100 ચોરસ વારના મફત પ્લોટ ન મળે તેવી રીતે ઈરાદાપૂર્વક અનુસૂચિત જાતિના લોકોને ફાળવવામાં આવેલ જમીન પર જમીનમાં ઊંડા ખાડા કરી નાખવામાં આવ્યા છે. સાથે જ માટી ગેરકાયદેસર લઇ જઈ ખોદાણ કરીને સરકારી સંપદાને નુકશાન કરવાનુ અને અનુસૂચિત જાતિના લોકોને ફાળવેલી જમીન પર ગેરકાયદેસર રીતે જેસીબી ચલાવી જમીન તહસ નહસ કરી નાખી છે.”
અનુસૂચિત જાતિના લોકો માટે સરકારે ફાળવેલી જમીનમાં જશવંતગઢ ગ્રામ પંચાયત દ્વારા ભયંકર નુકશાન કરવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિના લોકો માટે સરકારે ફાળવેલી જમીન પર ગેરકાયદેસર રીતે આવું કૃત્ય આઈપીસી અને એટ્રોસિટી એક્ટ હેઠળ, તેમજ લેન્ડ રેવન્યુ કોડ અને પંચાયત ધારા હેઠળ ગુનો બને છે. અમરેલીના જશવંતગઢ ગામે કોઈ પણ જાતના ડર વગર અનુસૂચિત જાતિના લોકોના માટે 100 ચોરસ વાર પ્લોટ વિના મુલ્યે મળે તે માટે ફાળવેલી જમીન પર સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા જેસીબી ચલાવી જમીનમાં ઊંડા ખાડા કરી, માટી ગેરકાયદેસર રીતે ટ્રેક્ટરોમા ભરી ગેરકાયદેસર નિકાલ કરી નાખી, અનુસૂચિત જાતિના લોકોને મફત પ્લોટ ન મળે તે માટેનું ષડયંત્ર કરી ગ્રામ પંચાયતે જમીન પર બુલડોઝર ફેરવી દીધું છે.

- Advertisement -

અહીં પાણી ભરાય, જમીન રહેવા લાયક જ ન રહે, ઊંડા ખાડા કરતા જમીન પ્લોટ આપવા માટે અયોગ્ય બને આવું અનુસૂચિત જાતિના વિરુદ્ધમાં ષડયંત્ર કરી ગેરકાયદેસર કૃત્ય કરનારા લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. સાથે જ જવાબદાર ગુનેગારો સામે અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) સુધારા અધિનિયમ ૨૦૧૫ ની કલમ ૩(૧)(જી)(એફ), હેઠળ સરકાર તરફે સરકારી અધિકારી દ્વારા ગુનો નોંધાવવામાં આવે, સ્થાનિક ગ્રામ પંચાયત સામે ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭(૧), ૫૯(૧) મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા કલેકટર, નાયબ કલેક્ટર અને એસ. ડી. એમ., નાયબ નિયામક અને સભ્ય સચિવ, મુખ્યમંત્રી અને ચેરમેનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular