નવજીવન ન્યૂઝ. અમદાવાદ: GSSSB Office Fire News: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ભરતીઓમાં જે રીતે ગેરરીતિ (Recruitment Scam) થઈ રહી છે, તેને લઈને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાએ (Amit Chavda)કેટલાક સવાલો ઊભા કર્યા હતા. એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે સરકારની નીતિઓ ઉપર સવાલો કર્યા હતા અને કહ્યું હતું કે, “ગુજરાતનું ભરતી કાંડ વ્યાપમ કાંડ કરતાં પણ મોટું છે.”
વધુ વાંચો: ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં આગ! શું કહ્યું ચેરમેન હસમુખ પટેલે વાંચો
અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે, “ગુજરાતનો યુવાન મોંઘું શિક્ષણ મેળવ્યા બાદ જ્યારે સરકારી નોકરી મેળવવા માટે ફોર્મ ભરીને પરીક્ષા આપે છે, ત્યારે પેપર ફૂટી જાય છે, ડમીકાંડ થાય છે, બોગસ સર્ટિફિકેટ બનાવવામાં આવે છે. જેના લીધે હવે ગુજરાતનું યુવાધન ચિંતિત છે. મોટા ભાગના લોકો કૌભાંડ કરીને સરકારી નોકરી મેળવીને બેઠા છે અને યોગ્ય અને લાયકાત ધરાવતા ઉમેદવારો બેરોજગાર બેઠા છે. આ બધા કૌભાંડોની યોગ્ય તપાસ કરવામમાં આવે તો ઘણા મોટા માથાઓની સંડોવણી બહાર આવી શકે છે.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “અમારી માગ છે કે એક SITની રચના કરીને હાઇકોર્ટના જજના નેતૃત્વમમાં છેલ્લા 27 વર્ષ દરમિયાન થયેલી ભારતીયોની તપાસ થવી જોઈએ. જો યોગ્ય રીતે તપાસ થશે તો દૂધનું ધૂધ અને પાણીનું પાણી થઈ જશે. ગઈકાલે જે ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં આગ લાગી હતી, તે આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી તે અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.”
આ ઉપરાંત તેમણે એક ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે, “ગુજરાતના યુવાધનના મનમાં ભારે રોષ અને ભવિષ્યની ચિંતા છે. પેપરકાંડ, ડમીકાંડ, સર્ટિફિકેટ કાંડ, ચોરીકાંડ… સમગ્ર ભરતીકાંડના સૂત્રધારો કોણ છે ? ગુજરાતના ભરતીકાંડ ,જે સમગ્ર દેશમાં વ્યાપમકાંડ કરતા પણ વધુ વ્યાપક છે. પુરાવા થયા ભસ્મીભૂત….! સૌના મનમાં એક જ શંકા … આગ લાગી છે કે લગાડવવામાં આવી છે?”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








