નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat Police Explanation: NCRB દ્વારા એક રિપોર્ટ (NCRB Report) જાહેર કરવામાં આવ્યો હતો, જેને લઈને ગુજરાતમાં (Gujarat) હડકંમ મચી ગયો હતો. આ રિપોર્ટ અનુસાર ગુજરાતમાંથી 41 હજાર જેટલી મહિલાઓ ગાયબ (41k women missing) થઈ હોવાનું નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના (National Crime Records Bureau) રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે ગુજરાત પોલીસે (Gujarat Police) સ્પષ્ટતા કરી છે કે, NCRBના રિપોર્ટમાં જે મહિલાઓ ગુમ થવાની વાત કરવામાં આવી છે, તેમાંથી મોટા ભાગની મહિલાઓને શોધી કાઢવામાં આવી છે અને હાલ તેઓ પોતાના પરિવાર સાથે સુરક્ષિત છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગઈકાલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવતા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 41 હજાર જેટલી મહિલાઓ ગુમ થઈ હોવાની માહિતી આપવામાં આવી હતી. ત્યારે આ રિપોર્ટને લઈને ગઈકાલે અલગ-અલગ માધ્યમમાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયાં હતા. ત્યારે આ રિપોર્ટ અને અહેવાલોને જોઈને ગુજરાત પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
ગુજરાત પોલીસ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, હાલમાં અમુક સમાચાર માધ્યમોમાં Nation Crime Record Bureau (NCRB)ના આંકડાના હવાલાથી “ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ૪૧ હજાર મહિલાઓ ગુમ થઇ” હોવાના સમાચાર પ્રકાશિત થયા છે. આ માહિતી અધૂરી અને ગેરમાર્ગે દોરનારી છે. વર્ષ ૨૦૧૬-૨૦૨૦માં ગુજરાતમાંથી 41621 મહિલાઓ ગુમ થઈ હતી. પરંતુ આ પૈકી 39497 મહિલાઓને (94.90%) પરત મળી આવેલી છે અને તેમના પરીવાર સાથે છે.
આ બંને આંકડાઓ પણ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેની ખરાઇ NCRBના પોર્ટર્લ પરથી પણ કરી શકાય છે. આમ જે સમાચાર અમુક માધ્યમોમાં પ્રકાશીત થયા છે તે અધૂરા અને ગેરમાર્ગે દોરનારા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, કૌટુંબિક વિવાદો, ભાગી જવાથી, પરીક્ષાઓમાં નિષ્ફળતા વગેરેને કારણે મહિલાઓ ગુમ થઈ હતી. જોકે ગુમ થયેલી મહિલાના કેસોની તપાસમાં જાતીય શોષણ, અંગોની હેરફેર જેવા કેસો સામે ન આવ્યા નથી.
TAG: Gujarat Police, 40k women missing from Gujarat, NCRB Report
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








