નવજીવન ન્યૂઝ. વલસાડ: Valsad Murder News: વલસાડના પારડીમાં (Pardi) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ જ પુત્રની હત્યા કરી નાખી છે. આમ તો કહેવાય છે કે, પુત્રની રક્ષા માટે પિતા હંમેશા પુત્રની આગળ ઊભા હોય છે. પરંતુ વલસાડના પારડીમાં એક પિતાએ નજીવી બાબતે કુહાડી વડે પુત્રની હત્યા કરી દીધી હોવાની ઘટના બની છે. ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે (Valsad Police) આરોપી પિતાની હાલ ઘરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પારડી ખાતે રહેતા નામદેવ નાયક અને તેમનો પુત્ર નરોત્તમ નાયક બંને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ગતરોજ પિતા અને પુત્રએ ખેતરમાં ઉગેલા ઝાડવા કાપીને 4 લાખ રૂપિયામાં વેચ્યા હતા. પૈસાની વહેંચણીને લઈ પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં પિતા પુત્રને પૈસા આપવા ઈચ્છતો ન હતા. બીજી તરફ પુત્ર પૈસાની માગણી કરતો હતો, જેનાથી આવેશમાં આવેલા પિતાએ ઝાડવા કાપવા માટે રહેલી કુહાડી પુત્રના માથાભાગે મારી નિર્દયતાથી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પિતાની તબિયત લથડતા બેભાન થઈ ખેતરમાં જ ઢળી પડ્યા હતા.
આ ઘટના પગલે ખેતર પાસેથી પસાર થતા વ્યક્તિએ મૃતદેહને લોહીલુહાણ હાલતમાં જોતા પારડી પોલીસને સમ્રગ ઘટના અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. તેમજ બેભાન પડેલા પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હત્યા અંગેનો ગુનો નોંધી આરોપીના ધરપકડની તજવીજ હાથધરી છે. પુત્રની હત્યા અને પતિ જેલ જવાના કારણે મૃતકની માતા હવે નિરાધાર બની છે.
TAG: Valsad News, Pardi Murder News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








