નવજીવન ન્યૂઝ. રાજસ્થાન: Mig -21 Crash :રાજસ્થાનના (Rajasthan) હનુમાનગઢમાં (Hanumangarh) MIG-21 ફાઈટર જેટ ક્રેશ (IAF’s MiG-21 Fighter Jet Crash)થવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં બે મહિલાઓ સહિત ચાર ગ્રામજનોનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી રહી છે, જ્યારે ફાઈટર જેટના પાઈલટ સુરક્ષિત હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેનાનું એક ફાઈટર જેટ ક્રેશ થયું અને હનુમાનગઢ જિલ્લાના પીલીબંગાના બહલોલ નગર ગામ પાસે એક ઘર પર પડ્યું હતું. અકસ્માત દરમિયાન પાયલોટે પેરાશૂટ વડે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. પરંતુ જ્યારે વિમાન ઘર પર પડ્યું ત્યારે આસપાસના લોકો તેની ઝપટમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર ગ્રામજનોના મોતના સમાચાર સામે આવ્યા છે. મૃતકોમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા. પીલીબંગા પોલીસ અને સેનાનું હેલિકોપ્ટર મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગયું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ફાઈટર જેટે સુરતગઢ એર બેઝ પરથી ઉડાન ભરી હતી. ટેક્નિકલ ખામીના કારણે ટેકઓફની 15 મિનિટ બાદ પાયલટે પ્લેન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. દુર્ઘટના પહેલા બંને પાયલટોએ વિમાનમાંથી બહાર નીકળીને પોતાને અલગ કરી લીધા હતા. સમયસૂચકતાને કારણે વિમાનના પાઈલટ અને કો-પાઈલટ બંને સુરક્ષિત રીતે બચી ગયા હતા. પરંતુ રહેણાંક વિસ્તારમાં બનેલા કાચા મકાન પર પ્લેન પડતાં ગ્રામીણ મહિલાઓનું મૃત્યુ થયું હતું. દુર્ઘટનામાં મૃત્યુ પામેલી એક મહિલા તેમના પશુઓ માટે ઘાસચારો લેવા માટે નીકળી હતી અને દુર્ઘટનાગ્રસ્ત મિગ-21ની અડફેટે આવી ગઈ હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








