Friday, June 5, 2026
HomeGujaratGandhinagarતલાટીની પરીક્ષાના દિવસે સ્પેશિય ટ્રેન અને એક્સ્ટ્રા બસ દોડશે

તલાટીની પરીક્ષાના દિવસે સ્પેશિય ટ્રેન અને એક્સ્ટ્રા બસ દોડશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Talati Exam News: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી 7 મેના દિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓના કેન્દ્ર પર તલાટી કમ મંત્રીની પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ દિવસે વિદ્યાર્થીઓને પરિક્ષા સ્થળ પર પહોંચવા માટે અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા તે દિવસે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગ રૂપે સ્પેશિયલ ટ્રેન અને વધારાની બસને દોડાવામાં આવશે.

ગુજરાતના અનેક કેન્દ્રો પર 7 મેના દિવસે તલાટી કમ મંત્રીની પરિક્ષા યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને પશ્વિમ રેલવે દ્વારા સાબરમતી અને પાલનપુર વચ્ચે પરીક્ષા સ્પેશિયલ બે ટ્રેનોને અને ગાંધીગ્રામથી ભાવનગર સુધીમાં એક સ્પેશિયલ ટ્રેન દોડાવામાં આવશે. અમદાવાદ ડિવિઝનલ રેલવે પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પરીક્ષા સ્પેશિયલ ટ્રેન નંબર 09471 સાબરમતી-પાલનપુર વચ્ચે દોડાવવામાં આવશે, સાબરમતીથી સવારે 4:30 વાગ્યે ઉપડશે અને 07:10 વાગ્યે પાલનપુર પહોંચશે. જ્યારે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન નંબર 09472 પાલનપુરથી સવારે 07:40 ઉપડશે અને 10:10 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન કલોલ અને મહેસાણા સ્ટેશન પર ઊભી રહેશે.

- Advertisement -

ટ્રેન નંબર 09473 સાબરમતીથી 16:30 વાગ્યે ઉપડશે અને 18.55 વાગ્યે પાલનપુર પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09474 પાલનપુરથી 19:35 વાગ્યે ઉપડશે અને 22:30 વાગ્યે સાબરમતી પહોંચશે. ટ્રેન નંબર 09579 ભાવનગરથી સવારે 4:50 વાગ્યે ઉપડશે અને 9:15એ ગાંધીગ્રામ પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09580 ગાંધીગ્રામથી 15:30 વાગ્યે ઉપડશે અને 20.10 વાગ્યે ભાવનગર પહોંચશે. આ ટ્રેન પરા, સિંહોર, ધોલા, બોટાદ, ધંધુક, ધોળકા અને વસ્ત્રાપુર સ્ટેશનને ઉભી રહેશે.

તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખી સુરત એસ.ટી. વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે વિદ્યાર્થીઓને અગવડ ન પડે માટે કંટ્રોલ રૂમનો 63599 – 18746 નબર પણ જાહેર કરવામાં આવ્યો છે. સુરત એસટી વિભાગ દ્વારા રૂટીન દોડે છે તે સિવાય 6 તારીખે 70 બસો અને 7 તારીખે 120 જેટલી એક્સ્ટ્રા બસોને દોડાવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક્સ્ટ્રા બસ માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે. સુરતથી અમદાવાદ, વડોદરા, નવસારી, વલસાડ, આણંદ,ભરૂચ સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવાશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular