નવજીવન. અમદાવાદઃ પેપર લિંક કાંડ બાબતે કમલમ ખાતે વિરોધ કરવા ગયેલા આપના નેતાઓ ૧૧ દિવસે ગઈકાલે જામીન મળ્યા બાદ આજે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આપના 55 નેતાઓને જેલમાંથી મુક્ત કરવાના હોવાથી આપના અનેક કાર્યકર્તાઓ સાબરમતી જેલ ખાતે નેતાઓના સ્વાગતમાં ઉમટ્યા હતા. જેલમાંથી બહાર નીકળતા નેતાઓનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને નારેબાજી કરવામાં આવી હતી.
આપના નેતા ઈશુદાન ગઢવીએ જેલમાંથી બહાર નીકળતા પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આપને સાથ આપશો તો ગેરંટી આપીએ છે કે જે વિદ્યાર્થીઓને જે અન્યાય થયો છે. એનો બદલો અમે ૨૦૨૨માં સરકાર બનતાની સાથે લઈશું. મે મારી જીંદગીમાં દારૂ પીધો નથી. હું માતાજીમાં માનનારો વ્યક્તિ છું. બાધા હોવાના કારણે ક્યારેય દારૂ પીધો નથી. છતાં દારૂ અને છેડતીના આરોપ લગાવવામાં આવ્યા.
વધુમાં કહ્યું દારૂ પીધો નથી તેનો રિપોર્ટ આવી ગયો છે. છેડતી બાબતે FSLનો રિપોર્ટ પણ કદાચ આવી ગયો હશે તેનું મને ખબર નથી. બદનામ કરવાની જેટલી કોશીસ થાય તેટલી કરો કારણ કે તમારી જોડે સત્તા છે. સત્તા અને કાયદાનો દુરુપયોગ કરવો હોય તેટલો કરો. બાકી અમે ગુજરાતની જનતાની માટે લડાઈ લડતા રહીશું. હજી પણ પેપર લિંક કાંડ વાળા મોટા માથાઓ બહાર છે અને અમે વિરોધ કરવા વાલા જેલમાં હતા.
આપ નેતા ઈશુદાન જેલમાંથી બહાર નીકળી કહ્યું મે મારી જીંદગીમાં દારૂ પીધો નથી, બદનામ કરવાની જેટલી કોશિશ થાય તેટલી કરી લો #ishudangadhvi #aapgujarat #gujarat pic.twitter.com/rX7rqpUgpD
— Navajivan (@Navajivan1) December 31, 2021
ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભૂતકાળમાં અનેક વખત પેપર ફૂટ્યા નાની નાની માછલીઓ પકડાઈ ગઈ અને મોટા મગરમચ્છ પેટીવાજુ વગાડી મોજ મસ્તી કરતા રહ્યા. અમને એ વાતનું ગૌરવ છે કે ગુજરાતની જનતાની લડાઈ લડતા અમે જેલમાં આવી ગયા. અમારી આગળની રણનીતિ પણ હજુ આ જ છે. જેલના સળિયાથી અમે ડરી નથી જવાના અને આવી જ રીતે અચાનક ગુપ્ત આયોજનના માધ્યમથી અમારી લડાઈ ચાલુ રાખીશું.
![]() |
![]() |
![]() |











