નવજીવન.રાજકોટ: રાજકોટમાં આજે ગુજરાતનાં મુખ્ય મંત્રીનો રોડ શો યોજાવવા જઈ રહ્યો છે. જેના માટે હજારોની સંખ્યામાં કાર્યકરો વહેલી સવારથી જ રોડ શોના રુટ પર ગોઠવાઈ ગયા હતા. ગઇકાલે જ મુખ્ય મંત્રીએ વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં લઈને સમિક્ષા બેઠક યોજી હતી. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો કડક અમલીકરણ માટે ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજકોટમાં રોડ શોમાં ઉમટી આવેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સના નામે મીંડું વાડી દીધું હતું.

ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારે બદલા બાદ નવા બનેલા મુખ્યમંત્રી પહેલી વખત રાજકોટ આવી રહ્યા છે. મુખ્યમંત્રીની મહેમાનગતિ આવકારવા માટે તંત્રમાં દોડધામ મચી છે. અઢી કિલોમીટરના રોડ શોના રુટ માટે 80 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. રોડ શોમાં ધોડેસવાર, વિન્ટેજ કાર, ડીજે, નૃત્યો, ઉપરાત 1000 બાઇકની રેલી રહેશે.

આજના રોડ શોમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જિતુ વાઘાણી, ગ્રામ વિકાસમંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પંચાયતમંત્રી બ્રિજેશ મેરજા અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ હજાર રહેશે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની સંખ્યા ચિંતાનો વિષય બની છે. એક તરફ સરકાર કોરોના ગાઈડલાઇન્સની કડડ અમલીકારણની વાતો કરે છે. તો બીજી બાજુ રાજકીય મેળાવડામાં હજારોની સંખ્યા ઉમટી રહી છે. આવનાર સમયમાં કોરોના વધારે વકરશે તો દોષનો ટોપલો કોના પર ફૂટશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












