Wednesday, July 22, 2026
HomeGujaratGandhinagarશિક્ષકોની ભરતી માટે TATની પરીક્ષાની તારીખ જાહેર, નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે...

શિક્ષકોની ભરતી માટે TATની પરીક્ષાની તારીખ જાહેર, નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે પરિક્ષા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ સરકારી નોકરી માટે રાત-દિવસ મહેનત કરતાં વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. શાળામાં શિક્ષક બનવા માટે લેવાતી પરીક્ષાની આજે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી માટેની પરીક્ષા TATની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે.

શિક્ષણ વિભાગ દ્વારા TATની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ આગામી 4 જૂનના રોજ પ્રીલિમનરી પરીક્ષા લેવામાં આવશે. જ્યારે 18 જૂને મુખ્ય પરિક્ષા લેવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, જાહેર કરાયેલી TATની પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવેશે. TATની પરિક્ષા બે તબક્કામાં લેવાશે. જેમાં પહેલી પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નોની રહેશે. જ્યારે બીજી પરીક્ષા વર્ણનાત્મક રહેશે. શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો છે.

- Advertisement -

ગત 29 એપ્રિલે શિક્ષણ વિભાગ દ્વારા TATની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારને લઈને પરિપત્ર જાહેર કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ પહેલી પરીક્ષા પાસ કરનારા ઉમેદવારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ આવપામાં આવશે. હવેના નિયમ મુજબ બે પરીક્ષા લેવામાં આવશે. (1) શિક્ષક અભિરૂચિ કસોટી માધ્યમિક (2) શિક્ષક અભિરૂચી કસોટી ઉચ્ચતર માધ્યમિક રહેશે. TATની જાહેર કરેલી પરીક્ષા માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular