Thursday, April 30, 2026
HomeGujaratBhavnagarયુવરાજસિંહ જાડેજાનું નવું સરનામું ભાવનગર જેલ

યુવરાજસિંહ જાડેજાનું નવું સરનામું ભાવનગર જેલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar Dummy Kand: ભાવનગર પોલીસ (Bhavnagar Police) દ્વારા આજે ફરી યુવરાજસિંહ જાડેજાને (Yuvrajsinh Jadeja) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે આદેશ કર્યો છે. અગાઉ તોડકાંડના (Todkand) કેસમાં યુવરાજસિંહને 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા, ત્યાર બાદ ફરીથી પોલીસે 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ કોર્ટે ફરીથી માત્ર 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આજે કોર્ટે યુવરાજસિંહને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે.

માર્ચ મહિનાની શરૂઆતમાં યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગરમાં અખબાર ભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે ડમીકાંડનું કૌભાંડ જાહેર કર્યું હતું. ત્યાર બાદ બિપિન ત્રિવેદી નામના એક વ્યક્તિનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે યુવરાજસિંહ જાડેજાએ ડમીકાંડમાં કેટલાક નામ છુપાવવા માટે પૈસા લીધા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેની તપાસ માટે ગત 21 તારીખે ભાવનગર પોલીસે સમન્સ પાઠવીને યુવરાજસિંહને નિવેદન આપવા માટે બોલાવ્યા હતા.

- Advertisement -

21 તારીખે ભાવનગર પોલીસ દ્વારા સતત 9 કલાક યુવરાજસિંહની પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહની ધરપકડ બાદ ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ડમીકાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે 1 કરોડ રૂપિયા લીધા હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યાર બાદ યુવરાજસિંહને તોડકાંડના કેસમાં 7 દિવસના અને બાદમાં 2 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને હવે રિમાન્ડના 9 દિવસ પૂર્ણ થયા બાદ કોર્ટ દ્વારા યુવરાજસિંહને જેલમાં મોક્લ્વ્નો આદેશ કરવામાં આવ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular