Thursday, April 30, 2026
HomeNationalરાજસ્થાન હાઈકોર્ટે બળાત્કાર કેસમાં જેલમાં બંધ આસારામના જામીન મંજુર કર્યા

રાજસ્થાન હાઈકોર્ટે બળાત્કાર કેસમાં જેલમાં બંધ આસારામના જામીન મંજુર કર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જોધપુરઃ Asaram Gets Bail: આસારામ પોતાના જ ગુરૂકુળની વિદ્યાર્થિની સાથેના બળાત્કારના આરોપમાં જેલમાં બંધ છે. ત્યારે છેલ્લા 10 વર્ષથી જામીન મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં આસારમ માટે સોમવારે આખરે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટમાં (Jodhpur High Court) આસારામની જામીન અરજી મંજૂર (Asaram Gets Bail) કરવામાં આવી છે. આસારામની 2013માં જાતીય સતામણીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આસારામે સ્થાનિક કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ઘણી જામીન અરજીઓ રજૂ કરી છે, પરંતુ ક્યાંય પણ તેમને રાહત મળી નથી. આખરે રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ કુલદીપ માથુરની કોર્ટે આસારામની જામીન અરજી સ્વીકારી હતી. જોકે જે કેસમાં જામીન મંજૂર કરવામાં આવ્યા છે તે જાતીય બળાત્કારનો કેસ નથી.

આસારામે આ 10 વર્ષમાં જામીન મેળવવા અને જેલના સળિયામાંથી બહાર આવવા માટે અસંખ્ય પ્રયાસો કર્યા છે. પરંતુ દરેક વખતે આસારામ નિષ્ફળ ગયા. દર વખતે કોર્ટના આદેશથી આસારામની આશા પર પાણી ફરી વળ્યું હતું. જામીન માટેના સંઘર્ષ વચ્ચે રવિરોય વગે નામની વ્યક્તિએ આસારામ વતી એડવોકેટ તરીકે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જેમાં આસારામની નાદુરસ્ત તબિયતને આધાર અરજી બનાવવામાં આવી હતી અને પુરાવા તરીકે જોધપુર સેન્ટ્રલ જેલના ડિસ્પેન્સરીના પ્રમાણપત્રો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે આસારામ એક અસાધ્ય રોગથી પીડિત છે અને તેમને સારવારની જરૂર છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે આ સર્ટિફિકેટ ખોટુ હોવાનું સામે આવ્યું ત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલાને ખૂબ ગંભીરતાથી લીધો હતો. તેમજ કોર્ટને ગેરમાર્ગે દોરવા અને ખોટા પુરાવા રજૂ કરવાના મામલે એફઆઈઆર નોંધીને તપાસ કરવા આદેશ કર્યો છે. હવે આ કેસ મામલે આસારામને રાહત મળી છે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જોધપુર પોલીસ કમિશનરેટના રતનદા પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધવામાં આવી હતી. આ કેસની સુનાવણી એડીજે કોર્ટમાં પેન્ડિંગ છે. આસારામે કોર્ટમાં એફિડેવિટ આપ્યું હતું કે, તેણે ક્યારેય રવિ રાય અને તે નામની વ્યક્તિ સાથે ફોન પર વાત કરી નથી અને ન તો તેને ક્યારેય વકીલ તરીકે નિયુક્ત કર્યો છે. પરંતુ એડીજે કોર્ટે આસારામને રાહત આપી ન હતી. આસારામ વતી એડવોકેટ નીલકમલ બોહરા અને ગોકુલેશ બોહરાએ અરજી દાખલ કરી હતી. સીઆરપીસીની કલમ 439 હેઠળ જામીન મેળવવા રાજસ્થાન હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર ત્રણ દિવસ પહેલા રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ કુલદીપ માથુરની કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સાથે કોર્ટે આ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સોમવારે આસારામ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલી અરજી પર સુરક્ષિત ચુકાદો આપતાં આસારામને જામીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ કેસમાં આસારામને જામીન મળ્યા બાદ પણ તે જેલમાંથી બહાર આવી શકશે નહીં. કારણ કે તે આ કેસ ઉપરાંત બળાત્કારના આરોપમાં જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા ભોગવી રહ્યો છે. પરંતુ જામીન મળ્યા બાદ આસારામના વકીલો કોર્ટમાં એ હકીકત રજૂ કરી શકે છે કે આસારામને અન્ય કેસમાં જામીન મળ્યા છે. આવી સ્થિતિમાં ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો મામલો આસારામના આગામી જામીનમાં કોઈ અડચણ ઊભી કરશે કે નહીં તે જોવુ રહ્યું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular