Tuesday, May 26, 2026
HomeBusinessજહાજી નૂર દરો ટૂંકાગાળામાં વધવા સંભાવિત

જહાજી નૂર દરો ટૂંકાગાળામાં વધવા સંભાવિત

- Advertisement -

બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ ત્રણ સપ્તાહની ઊંચાઈએ

સંખ્યાબંધ શિપિંગ કંપનીએ નૂરદરોમાં ૧ મેથી વધારો જાહેર કરી દીધો

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) : ટ્રાન્સપેસિફિક કોંટ્રેક્ટ વાટાઘાટો પૂર્ણ થતાં, હાજર જહાજી નૂર મજબૂત થવા લાગી હતી. બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ (બીડીઆઈ) અને શાંઘાઇ કન્ટેનરાઇઝ્ડ ફ્રેટ ઇંડેક્સ (એસસીએફઆઈ)માં સપ્તાહ દર સપ્તાહ સુધારો જોવાયો હતો. એચએસબીસી ગ્લોબલ રિસર્ચના એનાલીસ્ટો કહે છે કે આ ઘટના એવા સંકેત આપે છે કે જહાજી નૂર દરો ટૂંકાગાળામાં વધવા સંભાવિત છે. ટ્રાન્સ સ્પેસિફિક તરફ વહન કરતાં રુટ પર સંખ્યાબંધ શિપિંગ લાઇન્સ કંપનીએ પણ નૂર દરોમાં ૧ મેથી અમલમાં આવે તે રીતે વધારો જાહેર કરી દીધો હતો. અલબત્ત, જહાજોની વાહન ક્ષમતા સંદર્ભે કેવિક શિસ્ત રહે છે અને બીજા અર્ધવાર્ષિકમાં સંભવિત નૂર માંગ સુધારો કેવોક રહેશે તેના પર ઇંડેસની સ્થિરતાનો આધાર રહેશે.

કેપસાઈઝ, પનામેક્સ અને સુપરમેક્સ જહાજોનો બનેલો બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ બુધવારે ત્રણ સપ્તાહની ઊંચાઈએ ૧૫૩૬ની ઊંચાઈએ મુકાયો હતો, એસસીએફઆઈ ૧૦૩૭ પોઈન્ટ મુકાયો હતો. ૧૧ પોઈન્ટના ઉમેરા સાથે નાના જહાજોનો સુપ્રામેકસ ઇંડેક્સ ૧૨૧૨ પોઈન્ટ રહ્યો હતો. ૬૦થી ૭૦ હજાર ટન કોલસો અથવા અનાજ જેવા જ્થ્થાબંધ માલોનું વાહન કરતાં પનામેક્સ જહાજોનું નૂર ૩૮ ડોલર ઘટીને ૧૫,૧૮૬ ડોલર થતાં આ ઇંડેક્સ પાંચ પોઈન્ટ ઘટીને ૧૬૮૭ રહ્યો હતો.

- Advertisement -

ગત સપ્તાહે તમામ માલવાહક જહાજોના નૂરમાં સર્વાંગી સુધારો જોવાતા, બાલ્ટિક એક્સચેન્જમાં મધ્ય માર્ચ પછીથી પહેલી વખત એકજ દિવસમાં મોટો સુધારો ગુરુવારે જોવાયો હતો. ગુરુવાર સુધીમાં બીડીઆઈ સતત છ ટ્રેડીંગ સત્રમાં વધ્યો હતો. દરમિયાન ડ્રાય બલ્ક શિપિંગ સેકટર હવે માંગ વધવાની રાહ જોઈ રહ્યો છે. માંગ વૃધ્ધિની શક્યતાએ માર્ચમાં ચીનનું સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદન વધ્યું હતું. અલબત્ત, બાંધકામ ઉધ્યોગમાં નબળાઈ જોવાઈ હતી. વર્ષાનું વર્ષ નવા ફ્લેટોનું વેચાણ ૨૯ ટકા ઘટ્યું હતું.

જહાજોની ઓર્ડરબુક ૭ ટકા ઘટીને એકદાયકાના તળિયે આવી ગઈ છે. એચએસબીસીનું માનવું છે કે ટાઈમ ચાર્ટ ઈક્વેલંત રેટ (ટીસીઇ) લાંબા સમય સુધી વર્તમાન સ્તરે રહેવાની શ્ક્યતા નથી, જો માંગમાં જરા સરખો સળવળાટ આવશે તો નૂરદરમાં ઝડપી તેજી આવી શકે છે. ચીનમાં નબળી સ્ટીલ માંગને લીધે અને એકાએક સ્ટીલ ઉત્પાદન ધીમું પડવાથી આયર્ન ઓર વાયદો ચાર મહિનાના તળિયે બેસી ગયો છે. જો કે ખાણ ઉધ્યોગના તાજા અહેવાલો કહે છે કે મોટી સ્ટીલ મિલો પાસે સ્ટીલ ઉત્પાદન માટે કાચા માલનો ભરપૂર પુરવઠો પડી રહ્યો છે.

ગત સપ્તાહનો નૂર બજારનો આરંભ ધિમિગતિએ થયો હતો, પેસિફિક વિસ્તારમાં ખાસ કરીને ઈસ્ટકોસ્ટ ઓસ્ટ્રેલીયાથી ચીન માટેની ટનેજ પૂછપરછ મર્યાદિત હતી. અલબત્ત, કામકાજો પણ ઠંડા હતા. પણ ત્યાર પછીથી આ વિસ્તારની માંગમાં એકાએક ઉછાળો આવ્યો હતો.

- Advertisement -

હકારાત્મક પેપર નૂરબજારે પણ સેન્ટિમેન્ટ આશાવાદી બનાવ્યું હતું. નોર્થ એટલાન્ટીક બજાર થોડું મજબૂત જણાતું હતું, પણ આ સપ્તાહે ત્યાં પણ પ્રવુત્તિ નબળી પડી હતી. અલબત્ત, પૂછપરછ સારી હતી પણ નોર્થ એટલાંટીકમાં જહાજી સોદા ખાસ ગોઠવાયા ના હતા. હાલમાં વેસ્ટ ઓસ્ટ્રેલિયાથી ચીન તરફના માર્ગો પર આયર્ન ઓરના અસંખ્ય જહાજોની લેવેચ વધી છે, પરિણામે નૂરબજારમાં સોદા ઊંચા દરે થવા લાગ્યા હતા. સર્વાંગી રીતે કહીએ તો સપ્તાહના આરંભથી બજાર જીવંત બની છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular