તોફીક ઘાંચી. (નવજીવન ન્યૂઝ, કડી): Kadi News: ગુજરાતમાં અવારનવાર અસામાજિક તત્વો (anti-social elements) સોશિયલ મીડિયાનાં માધ્યમ પર હથિયારના ફોટો (Weapon Photo) મૂકી રોલો પાડવાની કોશિશ કરતા હોય છે. ત્યારે પોલીસ પણ આવા તત્વોને ઝડપી લઈ કાર્યવાહી કરી રહી છે. પરંતુ છતાં પણ જન્મદિવસ કે લગ્ન પ્રસંગે બંદૂકો સાથે રોલા પાડતા તત્વોને કોઈ ફર્ક ન પડતો હોય તેમ ખેલ કરી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના મામલે કડી પોલીસે (Kadi Police) ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
મહેસાણાના (Mehsana) કડીમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ જણાય છે. તાજેતરમાં જ વેપારને કોર્ટમાંથી કેસ પરત ખેંચવા માટે અસામાજિક તત્વો દ્વારા માર મારવાની ઘટના સામે આવી હતી. એવામાં કડી પોલીસે કડક હાથે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, કડીના કસ્બા ભાગતવાળા વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ હુસેન અનવર હુસેન પરમાર વોટ્સએપ ગ્રુપમાં ધારીયા અને તલવાર જેવા હથિયારોના ફોટા ફરતા કર્યા હતા.
મળતી વિગતો અનુસાર કડી પોલીસની ટીમે રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન આરોપીના ઘરમાં દરોડો કર્યો હતો. જેમાં આરોપીની ધરમાંથી ધારીયું અને તલવાર મળી આવ્યું હતું. પોલીસે ધારીયું કબ્જે કરી આરોપી ઈમ્તિયાઝ હુસેન પરમાર વિરૂધ્ધ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Tag: Kadi Police Station News, Mehsana News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








